<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

હાથથી લખવું એ મગજ માટેનું સુપરફૂડ: ‘કર્સીવ (મરોડદાર) રાઈટિંગ’નું પુનરાગમન: અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં શાળાઓમાં ફરીથી 'કર્સીવ' (મરોડદાર લખાણ) ફરજિયાત કરાયું: વૈજ્ઞાનિકોના મતે કીબોર્ડ પર ટાઈપ કરવા કરતા પેન પકડવાથી બાળકના મગજનો વિકાસ ઝડપી બને છે : *નવો કાયદો: અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે 'કર્સીવ રાઈટિંગ' (મરોડદાર હસ્તાક્ષર) શીખવવું કાયદાકીય રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે * વૈજ્ઞાનિક તારણ: 'નેચર' મેગેઝિનના અહેવાલ મુજબ, ઇન્ડિયાના યુનિવર્સિટી અને નોર્વેની યુનિવર્સિટીના સંશોધનોમાં સાબિત થયું છે કે ટાઈપિંગ કરતા લખતી વખતે મગજના 'મેમરી સેન્ટર્સ' વધુ સક્રિય થાય છે * ડિજિટલ ચેતવણી: નોર્વે જેવી જગ્યાએ જ્યાં શાળાઓ સંપૂર્ણ ડિજિટલ થઈ ગઈ હતી, ત્યાં બાળકો પેન્સિલ પકડવાની ક્ષમતા ગુમાવી રહ્યા હોવાથી હવે ફરીથી પરંપરાગત લેખન તરફ વળવાની માંગ ઉઠી છે.*12:49 AM IST

ગાંધીનગરમા ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ વિતરણ સમારોહ: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧૨૮ શ્રમિક રત્નોનું સન્માન : ગુજરાતના ઉદ્યોગ ગૃહોના પ્રગતિના પાયામાં શ્રમયોગીઓનું વિશિષ્ટ યોગદાન રહેલું છે જેથી ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ વિતરણ સમારોહને આવા શ્રમયોગીઓની પીઠ થાબડવાનો અવસર ગણાવતા કુંવરજીભાઈ : શ્રમયોગીઓની મહેનત, તેના પરસેવા અને તેમના કૌશલ્યના સહયોગથી ઉદ્યોગ ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે ઉદ્યોગકારોની શ્રમિકોને પોતાના પરિવાર સમાન ભાવનાથી પ્રોત્સાહિત કરવાની નિતીને ગાંધીનગરના જી.આઈ.ડી.એમ. (GIDM) ઓડિટોરિયમ ખાતે ભવ્ય સમારોહમાં શ્રમયોગીઓની કાર્યનિષ્ઠા અને કૌશલ્યને બિરદાવવામાં આવ્યું5:07 PM IST

સાંઇરામ દવેનો ‘‘હસતા રે'જો રામ'' નામે પુસ્‍તકોનો છપ્‍પનભોગ : જેમને સાંભળવા ગુજરાતી માટે ગર્વ છે અને વાણીમાં ગુજરાતી ભાષાનું પર્વ છે એવા * લોકો ભેટમાં એક-બે પુસ્‍તકો આપે જ્‍યારે સાંઇરામે તો જાણે મીનિ પુસ્‍તકાલય જ ભેટ આપ્‍યું હોય તેવો અનુભવ થાય * પુસ્‍તકોથી અને વાણીથી દુનિયાને હસાવવાનું કામ અદભૂત કરી જાણતા સાંઇરામ ‘‘સ્‍માઇલરામ'' છે * ‘હસતા રે'જો રામ' પુસ્‍તકોના પેટારામાં ધરેલ વિવિધ સાહિત્‍યથી સાંઈરામે લોકોને ભરપૂર હસાવવાની સાથે અનેક લાગણીઓ પણ ભેટ ધરી છે * ગુજરાત પાસે ‘ટોટલ પરફોર્મર' કહી શકાય એવા કલાકાર કસબીઓ ઓછાં થતાં જાય છે. જ્‍યારે સાંઈરામને સાંભળીએ ત્‍યારે એટલું ચોકકસ સમજાય છે કે ઝાકળ પાસે દરિયાનો રૂઆબ છે. 3:44 PM IST

એમ્રી પથ્‍થરથી છરીમાં ધાર કાઢી પછી મહેશે નિલેષને સમાધાનની વાત કરવા બોલાવ્‍યો અને ઢાળી દીધો : બે વર્ષ પહેલા અંકુર રોડ વૃંદાવન સોસાયટીના ફર્નિચરના કારીગર નિલેષભાઇ ધોકીયાનો સગાઇ પ્રસંગમાં ખોરાસા ગીરના મહેશ જેઠવાની પરણેલી બહેન સાથે પરીચય થયોઃ પછી તે ફોનમાં સતત વાતો કરતો હતોઃ પરિણીતાના પતિને બે મહિના પહેલા ખબર પડતાં તેણે રાજકોટ રહેતાં સાળા મહેશને વાત કરીઃ મહેશે અગાઉ નિલેષભાઇને સમજાવ્‍યો પણ ન સમજતાં વાત હત્‍યા સુધી પહોંચી : ગઇકાલે સવારે મહેશ બહેન-બનેવીના ઘરે સોમનાથ હોઇ ત્‍યાં નિલેષને લઇને માથાકુટ થતાં ત્‍યાંથી જ તે તેને પતાવી દેવાનું નક્કી કરીને નીકળ્‍યો હતોઃ સમાધાનની વાત કરવાના અને ચા પીવાના બહાને માધવ હોટલ પાસે લઇ ગયોઃ નિલેષ પાણી પીવા આગળ વધ્‍યો ત્‍યાં જ મહેશ ક્રુરતાથી તૂટી પડયોઃ આઠેક ઘા ઝીંકી ઘટના સ્‍થળે જ પતાવી દઇ પોતે પોલીસમાં હાજર થઇ ગયો : બે સંતાનનો પિતા નિલેષભાઇ ધોકીયા બે વર્ષથી આરોપી મહેશ જેઠવાની પરણેલી બહેન સાથે વાતો કરતો હતોઃ આ કારણે બહેન-બનેવી વચ્‍ચે શરૂ થયેલા કલેશને લીધે કાળઝાળ થઇ મહેશે હત્‍યા કરી : ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ પી. જી. આલ, રાઇટર દિનેશભાઇ રાઠોડ, અજયસિંહ સહિતની ટીમે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી3:27 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST