<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

શહેરમાં બચાવ કામગીરી વધુ ઝડપી બનશેઃ પ૦ મી.ઉંચાઇ સુધીનું ટર્ન ટેબલ લેડર વરસાવાશે

મનપાના ડ્રાફટ બજેટમાં ખરીદવા ઉપર ભાર

રાજકોટ : રાજકોટ શહેરના વિસ્‍તાર તથા વસ્‍તીમાં વધારો ધ્‍યાને લેતા રેસ્‍કયુની કામગીરી ઝડપી અને યોગ્‍ય થઇ શકે તે માટે થતા આગામી વર્ષ ર૦ર૬-ર૦ર૭ માં પ૦ મી. ઉંચાઇ સુધીનું ટીટીએલ (ટર્ન ટેબલ લેડર) ખરીદવાનું આયોજન કરેલ છે જે માટે સ્‍વર્ણિમ યોજના અંતર્ગત રકમ રૂા. ર.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. આ ઉપરાંત ભારત તથા રાજય સરકારશ્રીના મહત્‍વકાંક્ષી પ્રોજેકટ ડાયલ ૧૧ર માટે રકમ  રૂા. ૮ કરોડની જોગવાઇ કરેલ છે.

શહેરમાં આગના બનાવ વચ્‍ચે બચાવ કામગીરી વધુ સરળ બનાવવા માટે મનપા દ્વારા ટર્નટેબલ લેડર ખરીદવા બજેટમાં સૂચન કરવામાં આવ્‍યું છે. આગના બનાવ વખતે ખાસ કરીને જુના રાજકોટમાં ભારે મુશ્‍કેલી પડે છે. જેથી છત અથવા ઉંચી ઇમારતો જેવા એલિવેટેડ સ્‍થળો ઉપર ટર્ન ટેબલ લેડર (ટીટીએલ) થી સુગમતા રહે છે. અગ્નિશામક, વેન્‍ટીલેટીંગ ઇમારતો તથા ઓપરેશન સાઇટસ ઉપર કામગીરીમાં ટીટીએલ ઉપર ઉપયોગ કરી શકાય છે.ઉપરાંત ટીટીએલ અસમાંતર કે ઉબડ-ખાબડ જમીન ઉપર પણ સુરક્ષીત અને સ્‍ટેબલ રહેવાની ક્ષમતા ધરાવતી હોવાથી સલામતીમાં કામગીરી દરમિયાન વધારો થાય છે. સાથે જ તે એન્‍ટી ગ્‍લેર એલઇડી લાઇટથી સજ્જ હોવાથી રાત્રીના પણ ઉપયોગી છે.ટર્ન ટેબલ લેડર ઉપયોગમાં સરળ હોવાથી ફાયર બ્રીગેડ તથા ઇમરજન્‍સી સેવાઓ માટે આવશ્‍યક સાધન પુરવાર થવાની સાથે કામગીરી પણ વધુ ઝડપી બનાવવામાં મદદગાર બને છે.

(2:50 PM IST)