News of Wednesday, 4th February 2026
૧રમીએ પૂ. જલારામબાપાની ૧૪પમી પૂણ્યતિથીઃ મહાઆરતી-મહાપ્રસાદ
રઘુવંશી મિત્ર મંડળ (રેલનગર) દ્વારા સતત પાંચમા વર્ષે આયોજન

રાજકોટઃ આગામી તા. ૧૨ ને ગુરૂવારે સમગ્ર રઘુવંશી સમાજના આરાધ્યદેવ સંત શિરોમણી જલારામ બાપાની ૧૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે સૌ જલારામ ભક્તો માટે મહાપ્રસાદ- મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧ર ને ગુરૂવારે સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, ત્યારબાદ સમગ્ર ભકતજનો માટે મહાપ્રસાદમાં ૧પ થી ર૦ હજાર ભાવિકો લાભ લેશે.
સ્થળઃ શ્રી જલિયાણ ધામ, રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ, બીગ બજાર પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.
આ આયોજનમાં જયેશભાઈ કક્કડ, ભાવેશભાઈ રૂપારેલીયા, હિતેશભાઈ અનડકટ, કલ્પેશભાઈ કોટેચા, રવિભાઈ માણેક, પરેશભાઈ જોબનપુત્રા, શુભમભાઈ રાધુરા, સચીનભાઈ નથવાણી, કપીલભાઈ ગણાત્રા, નિતીનભાઈ ઉનડકટ, જયદીપભાઈ સોઢા તેમજ - મહિલા મંડળના પ્રતિભાબેન કક્કડ, કાજલબેન કોટેચા, સીમાબેન માણેક, કિષ્નાબેન જોબનપુત્રા, પ્રિતીબેન ભાવાણી, તળપ્તિબેન સોઢા, મયુરીબેન ખીમાણી, પૂર્વીબેન ખીમાણી, વિરાલીબેન જોબનપુત્રા, ફેનીબેન ગણાત્રા, જાનવીબેન તકવાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.વિશેષ માહિતી માટે મો. ૭૪૩૩૮ ૧૨૦૧૨ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:26 PM IST)










