તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહેસૂલી ક્ષેત્રે લેવાયેલા નિર્ણયોને કેબિનેટ બેઠકમાં બિરદાવાયા : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને મોટો લાભ મળશે

અમદાવાદ તા.૪ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં સૌ મંત્રીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં મહેસૂલી ક્ષેત્રે લેવાયેલા નિર્ણયોને બિરદાવ્યા હતા.
પ્રવક્તા મંત્રીશ્રીએ મહેસૂલી નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને મોટો લાભ મળશે. આ નિર્ણય અનુસાર જે જમીન રિગ્રાન્ટ કરી હોય કે રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય, પણ રિગ્રાન્ટ ન થઈ હોય, તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના ૨૦ ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે.
વધુમાં શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે. આ ઉપરાંત જે જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે. આ નિર્ણયથી રાજ્યના નાગરિકો પોતાની જમીનનું કાયદેસર માલિકી હક્ક પ્રાપ્ત કરી શકશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
