<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

“મહિલા સશક્તિકરણ”ના ભાગરૂપે નર્મદા પોલીસ દ્વારા શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની 51 દીકરીઓને તિરંદાજીની વિશેષ તાલીમ અપાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે “મહિલા સશક્તિકરણ” અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની 51 દીકરીઓને તિરંદાજીની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

  આ તાલીમ કાર્યક્રમ રાજ્ય અનામત પોલીસ દળ જુથ-18, એકતાનગર (કેવડિયા) ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયો હતો.કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલની ઉપસ્થિતિમાં દીકરીઓને તિરંદાજીની પ્રાથમિક તથા વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.
 આ અવસરે દીકરીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત, એકાગ્રતા તેમજ સ્વરક્ષણની ભાવના વિકસે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આવા તાલીમાત્મક કાર્યક્રમો સતત આયોજન કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તાલીમ આપનાર અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દીકરીઓને રમતગમત તથા શારીરિક કૌશલ્યના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.

(11:02 PM IST)