<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અસલાલી તળાવમાં ગેરકાયદે વસતા લોકોને મળેલી નોટિસ બાદ હાઇકોર્ટમાં સુનાવણી

20 થી 40 વર્ષથી અનેક પરિવારો અહીંયા વસતા હોવાની પણ રજૂઆત: હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટીનું ગઠન કરવા આપ્યો આદેશ

અમદાવાદ : ચંડોળા, ઇસનપુર બાદ વધુ એક તળાવના વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. અસલાલી તળાવમાં ગેરકાયદે વસતા લોકોને મળેલી નોટિસ બાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. AUDA એ સોગંદનામું કરી તળાવમાં અનેક પરિવારો દ્વારા દબાણ કરાયું હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 20 થી 40 વર્ષથી અનેક પરિવારો અહીંયા વસતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક કમિટીનું ગઠન કરવા આદેશ આપ્યો હતો, એક સપ્તાહમાં મામલતદાર , ડેપ્યુટી કલેક્ટર સાથે કમિટીનું ગઠન કરી સરવે કરવા આદેશ આપ્યો છે. પુનર્વસન યોગ્ય પરિવારોને સાંભળી યોગ્ય જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો નિર્દેશ છે  તળાવમાં દબાણ થયું હોવાને કારણે નેશનલ હાઈવે અને તળાવ બંનેનો વિકાસ અટવાયો હોવાની રજૂઆત. એપ્રિલ માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

(7:09 PM IST)