<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

વિવિધ વિસ્‍તારોના રાજમાર્ગો ૪પ કરોડના ખર્ચે ટનાટન બનશે

ત્રણેય ઝોનના જુદા-જુદા લત્તાઓના રોડ-રસ્‍તાઓ વર્ષ ર૦ર૬-ર૭ માં મેટલીંગ, કાર્પેટ, રી-કાર્પેટ તથા સીમેન્‍ટ-કોન્‍ક્રીટથી મઢાશેઃ આ વર્ષે ૧૩૮ કરોડના ખર્ચે ૧૭૯.૮૩ કિ.મી.ના રસ્‍તાઓ દુરસ્‍ત કરાયાનો દાવો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે રસ્‍તાના મૂળભુત માળખાકિય કામો માટે સેન્‍ટ્રલ ઝોન, વેસ્‍ટ ઝોન તથા ઇસ્‍ટ ઝોનનાં જુદા-જુદા વિસ્‍તારોમાં મેટલીંગ રસ્‍તા, કાર્પેટ, રિ-કાર્પેટ, ડિઝાઈન રસ્‍તા, સિમેન્‍ટ ક્રોક્રીટ રસ્‍તા, માટે બજેટ જોગવાઇ વર્ષ ૨૦૨૫-૨૬માં આશરે રકમ રૂ. ૧૩૮.૦૫ કરોડનાં ખર્ચે ૧૭૯.૮૩ કિ.મી. રસ્‍તાઓને ડામર કાર્પેટ / રિ-કાર્પેટ કરવામાં આવેલ છે.

જેમાં મુખ્‍યત્‍વે નીચેના વિસ્‍તારના કામો પ્રગતિ હેઠળ છે.

વોર્ડ નં.૧ માં બંસીધર પાર્કથી ગાર્બેજ સ્‍ટેશન તેમજ ગાર્બેજ સ્‍ટેશનથી FCI ગોડાઉન તરફનાં રસ્‍તાને ડેવલોપ કરવાનું કામ. વોર્ડ નં.૧ માં બાપા સીતારામ ચોકથી ગ્રીનલીફ તરફનાં ૩૦ મી. રસ્‍તાને ડેવલોપ કરવાનું કામ. વોર્ડ નં.૧ માં રૈયાગામ થી સ્‍માર્ટ સિટી સુધીના ૪૫ મી. ડી.પી. રોડને ડેવલોપ કરવાનું કામ. વોર્ડ નં.૧૧ માં મવડી વિસ્‍તારમાં ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં.૧૧ માં બાપા સીતારામ રસ્‍તા ડેવલોપ કરવાનું કામ. વોર્ડ નં.૧૦ ગુંજન પાર્ક મે.રોડ તથા જયગીતનગરથી રામપાર્ક, મોદી સ્‍કુલ મે.રોડ ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં.૧૦ આર.કે. નગર મે.રોડ થી ગુરૂજી આવાસ સુધી ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં.૧૨ માં સર્વોદય સર્કલથી વગડ ચોકડી રોડ ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં.૯ માં કોસ્‍મોપ્‍લેસ સિનેમાથી ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધી ડિઝાઇન રોડ કરવાનું કામ. વોર્ડ નં.ર માં રવિકળષ્‍ણ હાઇટસથી ૨૪ મી.ટીપી રોડ સુધી તથા ગાયત્રીધામ થી ૧૮ મી.ટીપી રોડ (શ્રીજી હાઇટસ) વાળો ૧૨ મી.ટીપી રોડ ડેવલપ કરવાનું કામ. વોર્ડ નં. ૩ મા જામનગર રોડ પર વોરા સોસાયટી મેઇન રોડ ડેવલપ કરવાનુ કામ. વોર્ડ નં. ૩ માં મનહરપુર ગામ મેઇન રોડ (આરોગ્‍ય કેન્‍દ્રથી જામનગર રોડ સુધી) ડેવલપ કરવાનું કામ. વોર્ડ નં. ૩ માં યોગરાજનગર મેઇન રોડ (હોલિરીડીમર સ્‍કુલથી જાનકી એલિગન્‍સ સુધી) ડેવલપ કરવાનુ કામ. વોર્ડ નં. ૭ માં નવા જાગનાથ પ્‍લોટ વિસ્‍તાર તથા સરદારનગર વિસ્‍તારમાં પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં અંબાજીકડવા સોસાયટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં વિનય સોસાયટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં મવડી મે.રોડ થી દોશી હોસ્‍પિટલ રોડ સુધી (અંબાજી કડવા મે. રોડ), ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩માં (લોધેશ્વર મે. રોડ)મવડી મે.રોડ થી પંચશીલ ૮૦ ફૂટ રોડ સુધી ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં દોશી હોસ્‍પિટલ મે.રોડ ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં કલ્‍યાણનગર તથા નોબલ શેરી ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં હરિદ્વાર સોસાયટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં રાધાકળષ્‍ણનગર સોસાથટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં કર્મચારી સોસાયટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં ટપુભવન સોસાયટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં જે.ડી. પાઠક સોસાયટીના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩ માં ડાલીબાઈ આવાસના રસ્‍તાઓ પેવર રી -કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩માં બાનલેબ આવાસના રસ્‍તાઓ પેવર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં. ૧૩મા (મામલતદાર ઓફીસ મે. રોડ) કળષ્‍ણનગર મે.રોડ થી ગોંડલ રોડ સુધી ડામર રિ-કાર્પેટ કરવાનું કામ. વોર્ડ નં.૧૩ માં લોધેશ્વર સોસાયટી રસ્‍તાઓ ડામર રિ-કાર્પેટ કામ. વોર્ડ નં.૧૩ માં ખોડિયારનગર મે.રોડ (પી  & ટી તરફ મે. રોડ) ડામર રિ-કાર્પેટ કામ. વોર્ડ નં.૧૩ માં ખોડિયારનગર મે.રોડ (ઞ્‍ચ્‍વ્‍ઘ્‍બ્‍ મે. રોડ) પર ડામર રિ-કાર્પેટ કામ. વોર્ડ નં.૧૩ માં ન્‍યુ ખોડિયારનગર મે.રોડ (કન્‍યા છાત્રાલય વાળો રોડ) ડામર રિ-કાર્પેટ કામ. વોર્ડ નં.૧૩ માં સમ્રાટ ઇન્‍ડ.વિસ્‍તાર જુદા જુદા મે.રોડ ડામર રિ-કાર્પેટ કામ. વોર્ડ-૪માં રાજ રેસીડન્‍સી થી અમરનાથ સ્‍મશાન ગળહ (સેટેલાઈટ ચોકવાળો) સુધી સાઈડ પડખામા પેવિંગ બ્‍લોક નાખવા. વોર્ડ-૪માં ખોડલધામ સોસાયટી મેંગો મારકેટ પાસે પેવર કામ કરવું. વોર્ડ-૪માં ટી.પી.૧૪માં ૧૨ મી. ટી.પી. રોડ પર પેવર કામ કરવું. વોર્ડ-૪માં જય જવાન જય કિસાન મેઈન રોડથી જમુના પાર્ક-૨ બાજુ (ધોળીયાવાળી) ટી.પી. રોડ પેવર કામ કરવું. વોર્ડ-૪માં એલ.જી. પાર્ક, ભગવતીપરા માં માધવ પાર્ક ખાતે પેવર કરવાનું કામ. રાજલક્ષ્મી ફાટક પાસે મહાદેવ રેસીડન્‍સી વાળા ટી.પી. રોડમાં પેવર કામ કરવું. વોર્ડ-૪માં ટી.પી. સ્‍કીમ નં. ૧૫માં રામેશ્વર પાર્ક તથા ક્રિષ્‍ના પાર્ક-બી ના ટી.પી. રોડ પર પેવર કામ કરવું. વોર્ડ-૪માં બજરંગ -સીતારામ પાર્કની ફાટક પાસેથી રેલ્‍વે ટ્રેક ની બાજુનો ૮૦ ફૂટ રોડ ડિઝાઈન રોડ (પેવર કામ) કરવો. વોર્ડ-૪માં વેલનાથપરા બ્રીજ નીચે રેલ્‍વે ટ્રેકની બાજુમાં ૮૦ ફૂટ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ બ્રીજ સુધી ડીઝાઈન રોડ (પેવર કામ) કરવું. વોર્ડ-પમાં કુવાડવા રોડથી સંત કબીર રોડ સુધીનો જૂનો આડો પેડક રોડ ડામર રી-કારપેટ કરવો. અમુલ સર્કલ થી ચંપક વોરા બ્રિજ સુધી પેવર રીકાર્પેટ કરવાનું કામ ખોડિયારપારા, કુબલીયાપરા, ગંજીવાડા વિગેરે વિસ્‍તારમાં ડામર રીકાર્પેટ કરવાનું કામનો સમાવેશ થાય છે.

 મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે રસ્‍તાના મૂળભુત માળખાકિય કામો માટે સેન્‍ટ્રલ ઝોન, વેસ્‍ટ ઝોન તથા ઇસ્‍ટ ઝોનનાં જુદા-જુદા વિસ્‍તારોમાં મેટલીંગ રસ્‍તા, કાર્પેટ, રિ-કાર્પેટ, ડિઝાઈન રસ્‍તા, સિમેન્‍ટ ક્રોક્રીટ રસ્‍તા, માટે કુલ રૂ. ૪૫.૦૦ કરોડની બજેટ જોગવાઇ વર્ષ ૨૦૨૬-૨૭ માં રાખવામાં આવેલ છે. જેમાં નીચે મુજબનાં કામોનો સમાવેશ કરવામાં આવેલ છે

 

(4:17 PM IST)