તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ભુજ ખાવડા રોડ ઉપર બે કાર વચ્ચે ટક્કર: એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક અકસ્માત ભુજ અને ખાવડા વચ્ચે ભીરંડિયારા ગામ પાસે સર્જાયો હતો. સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામસામે ભટકાતા ઈકો કારમાં સવાર ૩૨ વર્ષીય અકબર હાજી કાસમ સમાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક સહિત અન્ય ચાર જણને ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
