તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક
બજેટ સત્રને લઈને વિસ્તૃત સમીક્ષા તેમજ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ વિધેયકો પર ચર્ચા કરાશે :મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓની સમીક્ષા અને ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસોની ખરીદી અંગે ચર્ચા થશે.

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે તેમજ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ વિધેયકો પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે રાજ્યના આગામી બજેટની તૈયારી અંગે પણ મહત્વપૂર્ણ વિચારણા થવાની છે.
બેઠકમાં જૂનાગઢ ખાતે યોજાનારા મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે અને ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસોની ખરીદી અંગે પણ ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્ય સરકારના આગામી આયોજનો તથા નીતિગત વિષયો પર પણ કેબિનેટમાં વિશદ ચર્ચા થવાની શક્યતા છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
