<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ઓસ્ટ્રેલિયામાં ૧૩ વર્ષના કિશોરની અદભૂત હિંમત: ૪ કલાક તરીને આખા પરિવારનો જીવ બચાવ્યો

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહેલા જોન એપલબીના પરિવારે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો. જોરદાર પવનને કારણે તેમની કાયક (નાની હોડી) ઊંડા દરિયામાં ખેંચાઈ ગઈ હતી. ૧૩ વર્ષના જોને અપ્રતિમ સાહસ બતાવી સતત ૪ કલાક સુધી તરીને કાંઠે પહોંચ્યો હતો અને મદદ મેળવી તેની માતા તથા બે નાના ભાઈ-બહેનોનો જીવ બચાવ્યો હતો.

(10:02 AM IST)