<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

હંસીકાબેન અરવિંદભાઇ મણીઆરના ૮પમાં જન્‍મદિન નિમિતે ‘સ્‍વર થી ઇશ્વર સુધીનું' સંગીતમય કાર્યક્રમ

સચિન લીમીયે અને કલાવૃંદ દ્વારા ભકિતસંગીતનો કાર્યક્રમઃ રજીસ્‍ટ્રેશન ચાલુ

રાજકોટઃ  સહજ,સાલસ, સરળ સ્‍વભાવ અને સાદગીના મુર્તિ હંસીકાબેન અરવિંદભાઇ મણિઆરના ૮પમાં જન્‍મદિન નિમિતે અરવિંદભાઇ મણીઆર જનકલ્‍યાણ  દ્વારા ‘સ્‍વર થી ઇશ્વર સુધીનું' સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કલાકાર સચિન લીમીયે અને કલાવૃદ દ્વારા ભકિત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મુખ્‍ય મહેમાન તરીકે  મ્‍યુ. કોર્પોરેશનના કમિશ્‍નર તુષારભાઇ સુમેરા તેમજ અતિથિ વિશેષ તરીકે સમાજ સેવિકા આશાબેન શાહ ઉપસ્‍થિત રહેશે.

ઉપરોકત કાર્યક્રમ માટે ગૂગલ ફોર્મ લિંક https:/forms.gle/Gp4H4n tbpi6nxnm88 દ્વારા રજીસ્‍ટ્રેશન કરાવાનું રહેશે. રજીસ્‍ટ્રેશન બાદ કાર્ડ વિતરણ તા.પ થી તા. ૧ર સુધી (રવિવાર સિવાય) બપોરે ૩ થી ૬ સમય દરમ્‍યાન ૧૪, પંચનાથ પ્‍લોટ, અભય નિવાસ ખાતેથી રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ કાર્યક્રમ નિઃશુલ્‍ક રહેશે.  કાર્યક્રમને સફળતા માટે ડો. વલ્લભભાઇ કથીરીયા, ટ્રસ્‍ટી શ્રીમતી હંસીકાબેન મણીઆર, જયોતિન્‍દ્રભાઇ મહેતા, શિવુભાઇ દવે, રાજુભાઇ ધ્રુવ, કલ્‍પકભાઇ મણિઆર તેમજ વ્‍યવસ્‍થાપક સમિતિના સદસ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના પ્રોજેકટ ઇન ચાર્જ ઉદઘોષક અને જૈન શ્રેષ્‍ઠી નિલેષભાઇ શાહ અને કમલેશભાઇ મહેતા રહેશે. રાજકોટના કલા પ્રેમીને આમંત્રણ અપાયું છે. 

(2:34 PM IST)