<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ધ્રોલની એમ.ડી.મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલિત ગર્લ્‍સ હાઇસ્‍કુલમાં ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીનીઓ તથા બી.એડ ના તાલીમાર્થીઓનો શુભેચ્‍છા સમારોહ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: જામનગર જિલ્લાના ધ્રોળમાં આવેલી શ્રી એમ ડી મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલિત એમ ડી મહેતા ગર્લ્‍સ હાઇસ્‍કુલ ધ્રોલમાં ધોરણ ૧૦ અને ૧૨ તથા ડી એલ એડ અને બી.એડ ના તાલીમાર્થી બહેનોનો શુભેચ્‍છા સમારોહ યોજાયો હતો.

જેમાં બેસ્‍ટ એક્‍ટિવ સ્‍ટુડન્‍ટ્‍સ એવોર્ડ કાર્યક્રમ શ્રી એમ. ડી. મહેતા એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. જેમાં સંસ્‍થાના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, મુખ્‍ય વક્‍તા વિશાલભાઈ ભાદાણી, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરા, અતિથિ વિશેષ પ્રદ્યુમનસિંહજી જાડેજા, મેનેજિંગ કમિટીના સભ્‍યઓ શ્રી પાર્થભાઇ પંડ્‍યા, મીનાબેન શેઠ, સલાહકાર સમિતિના સભ્‍ય કેશુભા જાડેજા, અશોકદાન ગઢવી, દિલીપભાઈ શાહ,  અશ્વિનભાઇ સંતોકી, કોઓર્ડીનેટર  હેમલબેન અને સરોજબેન, આચાર્ય નીતાબેન રામાનુજ, તમામ સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા  હતા.

ઓ પાલન હારે... પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ મહેમાનોનું કુમકુમ તિલક, કાર્ડ દ્વારા સ્‍વાગત કર્યું. શ્રી નીતાબેન દ્વારા શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું. શ્રી વિશાલભાઈ ભાદાણીનું શાલ અને પુસ્‍તક દ્વારા સન્‍માન બાદ શ્રી જલ્‍પાબેને તેમ નો પરિચય આપ્‍યો. ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીની રાઠોડ ઝંખના, નકુમ નિરાલી અને કણેત ઉન્નતિ એ પોતાના વિદ્યાર્થી પ્રતિભાવ રજૂ કર્યા .  બેસ્‍ટ એક્‍ટિવ વિદ્યાર્થીઓને શિલ્‍ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા.

કાર્યક્રમના મુખ્‍ય વક્‍તાએ વિદ્યાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો અને જોક્‍સ દ્વારા પોતાની આગવી શૈલીમાં એકાગ્રતા, દ્રઢ સંકલ્‍પ, ઊંચું ધ્‍યેય અને ખંત તથા મહેનત દ્વારા બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવવા શુભેચ્‍છા પાઠવી. મેરીટ, ક્‍વોલિટી અને સ્‍કૂલના આ સમયમાં ઉત્તમ રીતે ઉત્તીર્ણ થવું જરૂરી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી ક્ષમતાઓની ઓળખવા માટે અપીલ કરી અને આર્થિક સ્‍વતંત્રતા તથા આર્થિક સમજણ મેળવીને પોતાનું અસ્‍તિત્‍વ જાતે ઊભું કરવા જણાવ્‍યું હતું. તથા તમામને ડર્યા વિના પરીક્ષા આપી સારું પરિણામ પ્રાપ્ત કરે, એવી શુભેચ્‍છા આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ તેમને મૂંઝવતા પ્રશ્‍નોની રજૂઆત કરી અને માર્ગદર્શન મેળવ્‍યું. ધર્મેશભાઈએ પોતાના અધ્‍યક્ષીય ઉદ્વોધનમાં સ્‍વામી વિવેકાનંદના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને ઈચ્‍છા શક્‍તિ અને દ્રઢ મનોબળથી પ્રગતિ કરવા જણાવ્‍યું.

ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને ઈશ્વરના ઓટોગ્રાફ પુસ્‍તક ભેટ આપવામાં આવ્‍યું હતું. પુસ્‍તક દીપ યોજના હેઠળ ડી.એલ.એડ અને બી.એડ ના વિદ્યાર્થીઓને પુસ્‍તક ભેટ  આપવામાં આવ્‍યા હતા.

 કાર્યક્રમ દરમિયાન વંદે માતરમ... એ  સાંસ્‍કળતિક કળતિ રજૂ કરવામાં આવી જેમનું માર્ગદર્શન શ્રી કરુણાબેને આપ્‍યું. કાર્યક્રમની આભાર વિધિ શ્રી શોભનાબેન કાછડીયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા હીનાબેન ભેંસદડિયા એ કર્યું હતું.

(1:05 PM IST)