તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
બજેટમાં કોર્પોરેટ મિત્રની ભુમિકા મજબુત પૂરવાર થશે : સી.એસ. વિવેક મોલિયા

રાજકોટ તા. ૪ : ભારત સરકાર દ્વારા રજુ કરાયેલ યુનિયન બજેટ સમાવેશક વિકાસ, વ્યવસાય કરવાની સરળતા અને વિશ્વાસ આધારિત શાસનને મજબુત બનાવતું સંતુલિત બજેટ હોવાનું કંપની સેક્રેટરી ઇન્સ્ટીટયુટના પૂર્વ ચેરમેન વિવેક મોલીયાએ જણાવ્યુ છે.
તેમણે જણાવ્યુ છે કે બજેટમાં આઇસીએસઆઇને કોર્પોરેટ મિત્રના વિકાસમાં ભાગીદાર બનાવવા મહત્વનો નિર્ણય લેવાયો તે આનંદની વાત છે. આઇસીએસઆઇ અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા ડિઝાઇન કરાયેલ ટુંકાગાળાના કોર્સ મારફતે એમએસએમઇએસને ઓછા ખર્ચે અનુપાલન સુવિધા પુરી પાડવાનો આ પ્રયાસ ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને રોજગાર સર્જનને ગ્રાસરૂટ સ્તરે પ્રોત્સાહન આપશે. તેમ બજેટની પ્રશંસા કરતા સી.એ. વિવેક મોલિયા (મો.૮૩૨૦૯ ૬૫૮૪૬)એ જણાવ્યુ છે.
(2:39 PM IST)










