તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કચ્છમાં: ધોરડો જેવી ટેન્ટ સીટી ઉજ્જૈન કુંભમાં બનાવાશે
ડો.મોહન યાદવે સફેદ રણ, ભુજના સ્મૃતિ વનની મુલાકાત લીધી, કચ્છના પ્રવાસન વિકાસને નિહાળી પ્રભાવિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ કચ્છના પ્રવાસે આવ્યા હતા. તેમણે સફેદ રણ ધોરડો તેમ જ ભુજના સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે હોટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. ડો. મોહન યાદવે ધોરડો જેવી ટેન્ટ સીટી હવે ઉજ્જૈનના સિંહસ્થ કુંભ મેળામાં અને ભુજના સ્મૃતિ વન જેવું મેમોરિયલ ભોપાલમાં ગેસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓની સ્મૃતિમાં બનાવવાનું જણાવ્યું હતું. તેઓ કચ્છમાં પ્રવાસનના વિકાસ અને ભૂકંપ પછીના નવસર્જનથી ભારે પ્રભાવિત થયા હતા.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
