<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

U-19 વર્લ્ડ કપ:ભારત 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું : સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે કચડી નાખ્યું

એરોન જ્યોર્જે 115 રનની શાનદાર ઈનિંગ :ટીમ ઈન્ડિયાએ U-19 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો: ટીમે 311 રનના ટાર્ગેટને માત્ર 41.1 ઓવરમાં હાંસલ કર્યો

અંડર-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬ ની બીજી સેમિફાઇનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૪ ફેબ્રુઆરીએ બુલાવાયોમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં ક્વોલિફાય થયું હતું. ભારત માટે એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન આયુષ મ્હાત્રેએ શાનદાર બેટિંગ કરી હતી. ભારતે અફઘાન બોલરોને સંપૂર્ણ રીતે હરાવ્યા હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ હવે ૬ ફેબ્રુઆરીએ રમાશે.

ભારતીય ટીમે અંડર-૧૯ વનડે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ રન ચેઝ પૂર્ણ કર્યો. અગાઉ, સેમિફાઇનલમાં ક્યારેય ૩૦૦+ ના લક્ષ્યનો પીછો કરવામાં આવ્યો ન હતો. હવે ભારત ૬ ફેબ્રુઆરીએ ફાઇનલમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે.

પ્રથમ બેટિંગ કરતા, અફઘાનિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા. ઓપનર ઉસ્માન સદાત અને ખાલિદ અહમદઝાઈએ ટીમ માટે મોટી ઇનિંગ્સ રમી ન હતી. ઉસ્માનએ 39 રન બનાવ્યા, જ્યારે ખાલિદે 31 રન બનાવ્યા. જોકે, ત્યારબાદ ફૈઝલ શિનોઝાદાએ 93 બોલમાં 110 રન બનાવ્યા, જ્યારે ઉઝૈરુલ્લાહ નિયાઝાઈએ 86 બોલમાં અણનમ 101 રન બનાવ્યા. બંનેએ શાનદાર બેટિંગ કરી અને ભારતીય બોલરોને મુશ્કેલીમાં મુક્યા. ભારત માટે, દીપેશ દેવેન્દ્રને 2 વિકેટ અને કનિષ્ક ચૌહાણે 2 વિકેટ લીધી. દીપેશ 10 ઓવરમાં 64 રન આપ્યા, જ્યારે કનિષ્કે 9 ઓવરમાં 55 રન આપ્યા.

લક્ષ્યનો પીછો કરતા ભારતે મજબૂત શરૂઆત કરી. ઓપનર તરીકે વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરી, 33 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. વૈભવના આઉટ થયા પછી, એરોન જ્યોર્જે સદી ફટકારી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે 104 બોલમાં 115 રન બનાવ્યા. ત્રીજા નંબર પર કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, 59 બોલમાં 62 રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. ભારતે 41.1 ઓવરમાં 311/3 નો સ્કોર કરીને મેચ જીતી લીધી.

(11:26 PM IST)