<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

અમેરિકી ફાઈટર જેટે ઈરાનનો ડ્રોન તોડી પાડ્‍યું

અરબ સાગરમાં તણાવ વધ્‍યો

વોશીંગ્‍ટન, તા.૪: અમેરિકા અને ઈરાન વચ્‍ચે તણાવ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકી નેવીએ પોતાના વિમાનવાહન જહાજની સુરક્ષા માટે એક ઈરાની ડ્રોનને હવામાં જ ખતમ કરી નાખ્‍યો. અમેરિકી અધિકારીઓએ સમાચાર એજન્‍સી રોયટર્સને જણાવ્‍યું કે આ ડ્રોન અમેરિકી એરક્રાફ્‌ટ કેરિયર યૂએસએસ અબ્રાહમ લિંકનની ખૂબ જ નજીક આવવાની કોશિશ કરી રહ્યો હતો. ખતરાને જોતા અમેરિકાના ફાઈટર જેટ F-૩૫એ તરત કાર્યવાહી કરી અને ડ્રોનને ઉડાવી દીધો.

રિપોર્ટ્‍સ અનુસાર, મંગળવારે યૂએસએસ અબ્રાહમ લિંકન અરબ સાગરમાં પોતાની નિયમિત પેટ્રોલિંગ અને પરિચાલન ગતિવિધિઓ પર હતું. ત્‍યારે રડાર પર એક અજાણી હવાઈ વસ્‍તુ ઝડપથી કેરિયર સ્‍ટ્રાઈક ગ્રુપ તરફ આગળ વધતું દેખાયું. અમેરિકી રક્ષા અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ઈરાનનું શાહિદ-૧૩૯ ડ્રોન હતું. જ્‍યારે ચેતવણી અને પ્રોટોકોલ છતાં ડ્રોને પોતાનો રસ્‍તો બદલ્‍યો નહીં અને વિમાનવાહક જહાજના સુરક્ષા ઘેરો તોડવાની કોશિશ કરી તો અમેરિકી નૌસેનાએ તેને શત્રુતાપૂર્ણ કાર્યવાહી માની. કેરિયર પર તૈનાત જ્‍પ્ર૩૫ ફાઈટર જેટે ઉડાન ભરી અને સટીક નિશાન સાધતા ઈરાની ડ્રોનને દરિયામાં ઠાર કરી નાખ્‍યો. અધિકારીઓ અનુસાર, આ ઘટનામાં અમેરિકી જહાજ અથવા કોઈ પણ કર્મીને કોઈ નુકસાન થયું નથી.

યૂએસએસ અબ્રાહમ લિંકન અમેરિકી નૌસેનાની તાકાતનું પ્રતીક છે. જે પરમાણુ ઊર્જાથી સંચાલિત થાય છે. કોઈ પણ દેશના ડ્રોન તેની નજીક આવવું મતલબ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. રક્ષા નિષ્‍ણાતોનું માનવું છે કે ઈરાન હંમેશા પોતાના ડ્રોન્‍સ દ્વારા અમેરિકી નૌસેનાની પ્રતિક્રિયા અને રડાર ક્ષમતાને પરખવાની કોશિશ કરે છે. પણ ૩ ફેબ્રુઆરીની આ ઘટનાએ સ્‍પષ્ટ કરી દીધું કે અમેરિકા હવે કોઈ પણ પ્રકારની ચેતવણી આપવાના મૂડમાં નથી, પણ સીધી એક્‍શન લઈ રહ્યું છે.

હાલમાં ઈરાન તરફથી આ ઘટના પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પણ આ કાર્યવાહી બાદ અરબ સાગર અને ફારસની ખાડીમાં તણાવ વધવાની આશંકા છે. અમેરિકી સેન્‍ટ્રલ કમાન્‍ડે વિસ્‍તારમાં પોતાની દેખરેખ વધારી દીધી છે

(10:46 AM IST)