તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
મ.ન.પા. ર૦ર૬-ર૭ માં જમીનો વેચી પ૮પ કરોડ ઉભા કરશે

રાજકોટઃ મનપા દ્વારા ર૦ર૬-ર૭ ના વર્ષમાં વિવિધ જમીનો વેંચી પ૮પ કરોડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક બજેટમાં છે. નોંધનીય છે કે ર૦રપ-ર૬ ના વર્ષમાં જમીન વેચી ૪૬૦ કરોડ ઉભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. કોર્પોરેશનની મિલકત વેરાની આવક ૧૯૯૧ માં ૭ કરોડ હતી તે છેલ્લા પચીસ વર્ષમાં ૩૦૦ કરોડ એટલે કે ૩પ ગણી વસુલ કરવામાં સફળ રહયા છીએ. જો કે રાજકોટની વસ્તીમાં ૧૯૯૧ થી ર૦રપ સુધીમાં અંદાજીત માત્ર પ થી ૬ ગણો વધારો થયેલ છે.
(2:56 PM IST)










