News of Wednesday, 4th February 2026
શૂટિંગમાં ભારતનો દબદબો: ઈશા સિંહ બની એશિયન ચેમ્પિયન, ટીમે પણ સુવર્ણ ચંદ્રક જીત્યો
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઈશા સિંહે ૧૦ મીટર વુમન્સ પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૯.૮ ના શાનદાર સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતીને એશિયન ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટર ઈશા સિંહે ૧૦ મીટર વુમન્સ પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે ભારતીય ટીમે પણ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભારતની સ્ટાર શૂટર ઈશા સિંહે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું છે. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઈશા સિંહે ૧૦ મીટર વુમન્સ પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૯.૮ ના શાનદાર સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતીને એશિયન ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે. ઈશા સિંહની કારકિર્દીનું આ બીજું એશિયન સિનિયર ટાઈટલ છે.
આ સ્પર્ધામાં અન્ય ભારતીય શૂટર્સનું પ્રદર્શન પણ પ્રશંસનીય રહ્યું હતું. સુરુચિ ચોથા ક્રમે અને મનુ ભાકર સાતમા ક્રમે રહી હતી.
જોકે, વ્યક્તિગત દેખાવની સાથે ઈશા, સુરુચિ અને મનુની ત્રિપુટીએ સંયુક્ત રીતે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇવેન્ટમાં પણ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ભારતીય શૂટિંગ ટીમને આ ઐતિહાસિક સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
