<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

કોઇપણ ઇમરજન્‍સી માટે ડાયલ ૧૧૨

પોલીસ, ફાયર,એમ્‍બ્‍યુલન્‍સ સહિતની મદદ મળશે

રાજકોટઃ નાગરિકોને કોઈ મુશ્‍કેલીમાં ૧૧૨ પર કોલ કરવાથી ભારતના તમામ રાજ્‍યોમાં પોલીસ, ફાયર બ્રિગેડ અથવા એમ્‍બ્‍યુલન્‍સ (આરોગ્‍ય) જેવી કટોકટી સેવાઓ તરફથી તાત્‍કાલિક સહાય મળી શકશે.

ે જે જૂના નંબરો (જેમ કે ૧૦૦, ૧૦૧ અને ૧૦૮) નું સ્‍થાન લેશે. અને કોઈપણ ઈમરજન્‍સી પરિસ્‍થિતિનું ઝડપી ઝડપી પ્રતિસાદ મળી શકશે. કોલ કરવાથી GPS ટ્રેકરની મદદથી ઘટના સ્‍થળની નજીકના ફાયર સ્‍ટેશન/ફાયર ફાઇટરને કોલ જશે જેનાથી તાત્‍કાલિક સેવા પૂરી પાડી શકાશે. આ કોલ ‘૧૧૨ ઇન્‍ડિયા' એપ્‍લિકેશન દ્વારા પણ કરી શકાશે.

૧૧૨ એ ભારતનો ‘એક રાષ્‍ટ્ર, એક ઇમરજન્‍સી નંબર' છે, જે બધી હાલની ઈમરજન્‍સી સેવાઓ (પોલીસ, ફાયર અને એમ્‍બ્‍યુલન્‍સ) ને એક જ નંબરમાં સમાવેશ કરવામાં આવેલ છે.

તાત્‍કાલિક સહાય કોલ કરવા પર, કોલ તમારા વિસ્‍તારના ઇમરજન્‍સી રિસ્‍પોન્‍સ સેન્‍ટર (PSAP) ને મોકલવામાં આવે છે, જે તમારા સ્‍થાન અને જરૂરિયાતોના આધારે તાત્‍કાલિક પોલીસ, ફાયર બ્રિગેડ અથવા એમ્‍બ્‍યુલન્‍સ મોકલે છે.

આધુનિક ટેકનોલોજી ના લીધે કોલ આવ્‍યાના થોડા મિનિટમાં કટોકટી વાહનો ઘટનાસ્‍થળે મોકલવામાં આવે છે.

 મોબાઇલ ફોનથી કોલ કરતી વખતે કોલ કરનારનું સ્‍થાન ઓટોમેટિક નક્કી થાય છે, જે મદદનું ઝડપી અને સચોટ આગમન સુનિヘતિ થાય છે.  આ નંબર લેન્‍ડલાઇન અને મોબાઇલ ફોન બંને પરથી ડાયલ કરી શકાય છે અને તે સંપૂર્ણપણે ફ્રી છે.

(2:56 PM IST)