News of Wednesday, 4th February 2026
હવે પવનની ગતિ વધશે
સ્કાયમેટ અનુસાર આગામી ૬-૭ તારીખથી પવનની ગતિમાં વધારો થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૪ :.. આઇએમડીના ટેનડેઝ ફોર કાસ્ટ મોડેલ મેપ્સમાં આગામી દિવસોમાં પવનની ગતિ વધવાની છે તેવું દર્શાવાયુ છે. ગઇકાલના તાપમાન ઘટવાની સાથે ઠંડી વધવાના અહેવાલ મુજબ આજ સવારથી તાપમાન ઘટેલુ અનુભવાઇ રહ્યું છે.
હવે આગામી ૬-૭ ફેબ્રુઆરીની આસપાસ પવનની ગતિ વધશે તેમ સ્કાયમેટના વી.પી. મહેશ પલાવત જણાવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સિલસીલો હજુ યથાવત રહેશે પણ હવે તે નબળા અને ઉંચાઇ એથી પસાર થશે જેથી વિતેલા દિવસો જેવી બહુ કડકડતી ઠંડીના દિવસો તો ભૂતકાળ બની જશે. જો કે રાત્રે અને સવારે ઠંડી વધ-ઘટ સાથે અનુભવાતી રહેશે તેવું મહેશ પલાવત જણાવે છે. માત્ર રાત્રી પુરતી જ ઠંડીની યથાવતતા હોળી સુધી રહેતી હોય છે. એ પછી ઉનાળાની પ્રખર ગરમી શરૂ થતી હોય છે. હોળી ને હજુ આશરે એક મહિનાનો સમય બાકી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
