<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સહકારથી સમૃધ્‍ધિ મંત્ર સાકાર કરવા બજેટ ખૂબ ઉપયોગી : અશોક ડાંગર

રોજગારી, કૌશલ્‍યવર્ધન અને ઔદ્યોગિક વિકાસની નવી તક

રાજકોટ,તા.૩: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના દુરંદેશી નેતૃત્‍વ હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલું બજેટ ૨૦૨૬ દેશના સહકારી ક્ષેત્ર માટે એક નવા યુગની શરૂઆત સમાન છે. આ બજેટ ‘‘સહકારથી સમૃધ્‍ધિ''ના મંત્રને સાકાર કરતું અને દેશના કરોડો સહકારી સભ્‍યો માટે આશાનું કિરણ બનીને આવ્‍યું છે. તેમ સહકાર રેલ, રાજકોટ શહેર ભાજપના અશોકભાઇ ડી-ડાંગર દ્વારા જણાવવામાં આવ્‍યું કે, આ બજેટ ‘‘સહકારથી સમૃધ્‍ધિ''ના સંકલ્‍પને સાકાર કરતું બજેટ છે.

અશોક દિનેશભાઇ ડાંગરે જણાવ્‍યું છે કે, સાથે જોડાયેલા કરોડો લોકો માટે આ બજેટ આશાનું કિરણ બનીને આવ્‍યું છે. કૃષિ આધારિત સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ અને સેવા સહકારી સંસ્‍થાઓને બનાવવા માટે બજેટમાં મહત્‍વપૂર્ણ જોગવાઇઓ કરવામાં આવી છે.

સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ માટે ડિજિટલાઇઝેશન, પારદર્શક ઓડિટ વ્‍યવસ્‍થા અને ટેકનિકલ તાલીમ માટેની યોજનાઓથી સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ અને કાર્યક્ષમતા બંનેમાં વધારો થશે.

 

(4:15 PM IST)