<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

બેંગલોરથી બે દિવસ પહેલા રાજકોટ આવેલા રાજભાઇ ત્રાંબડીયાનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે શ્‍યામ સ્‍કાય લાઇફમાં બનાવઃ માતા જગાડવા ગયા ત્‍યારે બેભાન મળતાં સારવારમાં ખસેડયા પણ મૃતદેહ જ પહોંચ્‍યો

રાજકોટ તા. ૪: નાના મવા રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે શ્‍યામ સ્‍કાય લાઇફ એપાર્ટમેન્‍ટ બી-૧૨૦૪માં રહેતાં રાજભાઇ જમનાદાસભાઇ ત્રાંબડીયા (ઉ.વ.૪૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં  પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બેંગ્‍લોર રહી નોકરી કરતાં રાજભાઇ બે દિવસ પહેલા જ અહિ આવ્‍યા હતાં. હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હતો.

રાજભાઇ ગઇકાલે ઘરે જમીને સુતા હોઇ બાદમાં તેમના માતા ભાવનાબેન તેને જગાડવા જતાં તેઓ ન જાગતાં  બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું જાહેર થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. રાજભાઇ એક બહેનથી મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. પોતે બેંગ્‍લોર રહી નોકરી કરતાં હતાં. દિકરો રાજકોટમાં ભણતો હોઇ તે તથા પત્‍નિ અહિ રાજકોટ રહેતાં હતાં. બે દિવસ પહેલા જ રાજકોટ માતા, પત્‍નિ, પુત્રને મળવા આવ્‍યા હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(3:28 PM IST)