તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા
ઉતર-પૂર્વના પવન ફૂંકાતા હોવાથી રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડી સામાન્ય રહેશે

અમદાવાદ : રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે ઉતર-પૂર્વના પવન ફૂંકાતા હોવાથી રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા ઠંડી સામાન્ય રહેશે, જ્યારે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
નલિયામાં લઘુતમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા 2 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિને રાજ્યમાં લઘુતમ તેમજ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની શક્યતા છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
