News of Wednesday, 4th February 2026
મગફળીનું વિક્રમજનક ઉત્પાદન તો ભાવમાં કેમ ધીમો ઘટાડો!?
સોના-ચાંદી સાથે સીંગતેલમાં પણ સટ્ટાખોરી ?

અમદાવાદ, તા.૪:ગુજરાતમાં આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું અને સપ્લાયમાં પણ વધારો થયો છતાં જાન્યુઆરી માસમાં સિંગતેલના ભાવમાં ૨૦ દિવસમાં રૂ.૩૧૦નો તોતિંગ વધારો ઝીંકી દીધા બાદ હવે તેમાં ઘટાડો ધીમી ગતિએ શરુ થયો છે અને ચાર દિવસમાં રૂ.૪૦ નો ઘટાડો ડબ્બે નોંધાયો છે. માંગ સ્થિર, પૂરવઠો વઘ્યો છતાં તેલ લોબીની ભાવ રમત, મગફળીના ન્યુનતમ ભાવ વઘ્યા હતા.
કિંમત ઘટવાની ઝડપ ખુબ જ ઓછી : તા.૬,૭ જાન્યુઆરીએ સિંગતેલનો ૧૫ કિલો ડબ્બાના મહત્તમ રૂ.૨૬૧૫ના ભાવે સોદા થતા હતા, આ ભાવ તા.૨૮ જાન્યુઆરી સુધીમાં રૂ.૩૧૦નો તોતિંગ વધારો અને તે પણ સીઝનમાં અને મબલખ ઉત્પાદનપ્રધોધમાર સપ્લાય વચ્ચે ઝીંકી દેવાતા ભાવ રૂ.૨૯૨૫ની ઉંચી સપાટીએ લઈ જઈ ગત શુક્રવાર સુધી તે ઉંચાઈએ જળવાયા બાદ હવે ઘટાડાનો ક્રમ ધીમા પગલે શરુ કરાયો છે.
સિંગતેલમાં પણ સટ્ટાખોરી : ગત ચાર દિવસમાં આજે ડબ્બાના ભાવ રૂ.૪૦ ઘટીને રૂ.૨૮૩૫પ્ર૨૮૮૫ના ભાવે સોદા પડ્યા હતા. જો કે આ ભાવે પણ કપાસિયા કરતા સિંગતેલ રૂ.૫૬૦ મોંધુ છે. બીજી તરફ, મગફળીના ભાવ પણ આ?ર્યજનક રીતે વધઘટ થઈ રહ્યા છે. ગત તા.૨૭ જાન્યુઆરીએ મગફળીના ન્યુનામ ભાવ રૂ.૧૨૦૦ થી મહત્તમ રૂ.૧૭૩૦ રાજકોટ યાર્ડમાં નોંધાયા હતા. પરંતુ, એક સપ્તાહમાં જ ખેડૂતોને મળતા ન્યુનામ ભાવ ૧૨૫ વધીને રૂ.૧૩૨૫ થયા જ્યારે મહત્તમ ભાવ ૧૮૦ ઘટીને ૧૫૫૧ સુધીના રહ્યા છે.
સોના-ચાંદી જેવી સટ્ટાખોરી : સોના-ચાંદીની બજાર એક સમયે માંગપ્રપૂરવઠાના આધારે ભાવમાં આંશિક ૧૦-૧૫ ટકાની વધઘટ થતી પરંતુ, હવે આ બજાર અસલી ગ્રાહકોને બદલે સટ્ટાખોરો,એકના ડબલ ઈચ્છતા રોકાણકારોના ના હાથમાં ચાલી જતા અસ્થિર થઈ છે. હવે સિંગતેલના કળત્રિમ રીતે વઘુ વધતા અને ઓછા ઘટતા ભાવમાં પણ સટ્ટાખોરી,નફાખોરીની ગંધ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સિંગતેલ ગુજરાતના વાતાવરણને સૌથી વધુ માફક આવતું ખાદ્યતેલ કહેવાય છે. જ્યારે તેમાં પણ સટ્ટાખોરી ગુજરાતીઓને ખિજવી શકે તેમ છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
