તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 4th February 2026
ફતેહપૂરમાં પૂ. ભોજલરામ બાપાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ
રકતદાન કેમ્પ, ધર્મસભા, રામસભા નાટક, યજ્ઞ, સંતવાણી, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો

રાજકોટઃ શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ-ફતેપુર દ્વારા સદગુરૂ શ્રી રામેતવન મહારાજ અને ભગવાન શ્રી રામચંદ્રજીની અસીમ કળપાથી ભોજલધામ મુ. ફતેપુર, તા.જી. અમરેલી ખાતે આજે તા.૦૪ને બુધવારથી તા. ૦૬ને શુક્રવાર સુધી પૂજ્ય ભોજલરામબાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાએલ છે. આ અવસરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ.પૂ. મોરારીબાપુ ઉપસ્થિત રહેશે.
મંદિર નિર્માણકાર્યના મુખ્ય દાતા સ્વ.વાલજીભાઈ દેવશીભાઈ પરસાણા (રૂા.૫,૫૧,૦૦,૦૦૦)નો અમુલ્ય સહકાર આપેલ છે જેમને શ્રધ્ધાજલી આપી ભવ્ય સન્માન કરવામાં આવશે.
પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશિર્વાદથી ચાલી રહેલી યજ્ઞસેના ધ વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા દિવ્ય ભોજલધામ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે.
ત્રિદિવસીય કાર્યક્રમમાં રકતદાન કેમ્પનું ઉદ્દઘાટન, મૂર્તિઓની નગર યાત્રા , ભોજન પ્રસાદ બપોરના ૧૨ કલાકે, ધર્મસભા તથા શ્રી રામલીલા નાટક લાઇટ શો તથા સાઉન્ડ શો, ભોજન પ્રસાદ સાંજના ૭.૩૦ થી ૯ કલાકારો હિતેશભાઇ અંટાળા, ફરિદાબેન મીરનો ભજન સંતવાણી યોજાશે.
તા.૦૫ ગુરુવાર મહા યજ્ઞ સવારના ૮ કલાકે, ભોજન પ્રસાદ બપોરના ૧૨ કલાકે, ધર્મસભા તથા શ્રી રામલીલા નાટક બપોરના ૩.૩૦ કલાકે, લાઈટ શો તથા સાઉન્ડ શો સાંજના ૭ થી ૮, ભોજન પ્રસાદ સાંજના ૭.૩૦ થી ૯ , તથા સુપ્રસિદ્ધ કલાકારો માયાભાઇ આહીર, અલ્પાબેન પટેલની ભજન સંતવાણી રાત્રીના ૯ કલાકે યોજાશે.
તા. ૦૬ શુક્રવારના રોજ મૂર્તિ તથા ધ્વજદંડ સ્થાપન વિધી બપોરના ૧૧ કલાકે, મૂર્તિ પ્રતિષ્ઠા બપોરના ૧૨ કલાકે, મહાઆરતી બપોરના ૧ કલાકે, અન્નકૂટ દર્શન બપોરના ૧.૧૦ કલાકે, ભોજન પ્રસાદ બપોરના ૧.૨૦ કલાકે, ભોજલ કથા સાંજના ૪ થી ૭.૦૦, ભોજન પ્રસાદ સાંજના ૭ થી ૯ , ભવ્ય આતશબાજી રાત્રીના ૮.૩૦ કલાકે, તથા સુપ્રસિદ્ધ કલાકારો શ્રુતિબેન પટેલ,મિહિરભાઈ સાવલિયા સ્વરમાં મહા રાસ ગરબા રાત્રીના ૯ કલાકે યોજાશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા સાવલીયા પરિવારના પ્રમુખ રસિકભાઇ સાવલીયા, ઉપપ્રમુખ પિનલબેન સાવલીયા અને પંકજભાઇ સાવલીયા તથા ધર્મેશભાઇ સાવલીયા નજરે પડે છે.
(3:44 PM IST)










