<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

એકંદરે સામાન્‍ય વર્ગ માટે બજેટ સારૂ બની રહેશે : ધર્મેશભાઇ સૂચક

રાજકોટ, તા. ૪ :  છેલ્લા રર વર્ષથી ટેલી એકાઉન્‍ટીંગ અને ટેકસેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા એકાઉન્‍ટીંગ પ્રોફેશનલ્‍સને ગુણવતાયુકત તાલીમ આપતી સંસ્‍થા સૂચક કમ્‍ન્‍યુટરના ધર્મેશભાઇ સૂચક અને દર્શના સીનીરોજાએ બજેટ પ્રતિભાવો વ્‍યકત કરતા જણાવ્‍યું છે કે બજેટ ર૦ર૬માં સંરક્ષણ ક્ષેત્ર પર વિશેષ ભાર મુકવામાં આવ્‍યો છે. સંરક્ષણ બજેટમાં સીધો ૧પ ટકા વધારો કરવામાં આવ્‍યો છે જયારે સૈન્‍ય દળોના આધુનિકીકરણ માટેના ખર્ચ માટે રપ ટકા વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એ જ રીતે આ બજેટ હેઠળ ૭ હાઇ-સ્‍પીડ રેલ કોરિડોર બનાવવાની તેમજ રેલ્‍વે સુરક્ષા વધારવાની મહત્‍વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે તે સારી બાબત  છે.

શિક્ષણ અને યુવાનો માટે નવી તકો ઉભી કરવામાં આવી છે.

આયુર્વેદ ક્ષેત્રેન પ્રોત્‍સાહન આપવા માટે ૩ આયુર્વેદિક એઆઇએમએસ તથા આયુર્વેદિક દવાઓનો પરીક્ષણ માટે નેશનલ લેબ સ્‍થાપવાની જાહેરાત કરવામાં આવી છે. તો ઉદ્યોગ અને ખનીજ ક્ષેત્રે વ્‍યૂહાત્‍મક પગલા ભરાયા છે.

મહિલા સ્‍વ. સહાય જુથો (એસએજીએસ) તેમના ઉત્‍પાદનોનો સીધો ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે સી-માર્ટ શરુ કરવાની જાહેરાત નવી પહેલ કરવામાં આવી છે.

બજેટ ર૦ર૬ સામાન્‍ય માણસ માટે મિશ્ર સાબિત થયું છે. કેન્‍સરની દવાઓ પરથી કસ્‍ટમ ડયુટી દૂર કરવામાં આવતા તે દવાઓ વધુ સસ્‍તી બનશે. માઇક્રોવેવ ઓવન, ઇલેટ્રીક વાહનો (ઇવી), સોલર પેનલ, પગરખાં અને કપડાંના ભાવમાં ઘટાડો જોવા મળશે. સોલાર ગ્‍લાસ માટે વપરાતા મટીરીયલ પર ડયુટી ઘટાડવાથી સોલાર બેટરીઓ સસ્‍તી થશે. તો સામે દારૂ પર ટીસીએસ તથા સિગારેટ પર ટેકસમાં વધારો થતા આ વસ્‍તુ મોંધી બનશે.

એકંદરે સામાન્‍ય જનતા માટે બજેટ સારૂ બની રહેશે. તેમ સૂચક કોમ્‍પ્‍યુટરના ફાઉન્‍ડર ધર્મેશભાઇ સૂચક અને સેન્‍ટર હેડ દર્શનભાઇ સીનરોજાએ જણાવ્‍યું છે. 

(2:39 PM IST)