તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
અમરેલીના સરભંડા ગામમાં ૪ કરોડના ખર્ચે પુરથી રક્ષણ માટે દીવાલ બંધાશે

ગાંધીનગરઃ અમરેલીના ધારાસભ્ય અને રાજયના ઉર્જા મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મત વિસ્તારના અમરેલી તાલુકાના સરભંડા ગામ ખાતે પુરના પાણીના કારણે થતું નુકસાન અટકાવવા પુરસંરક્ષણ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના જળસંપત્તિ મંત્રીશ્રીને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલપસર વિભાગ દ્વારા રૂીપયા ૩,૯૫,૨૩,૪૦૦/ના ખર્ચે પુર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવેલ છે. આ કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.
પુરસંરક્ષણ દિવાલનું કામ થતા આગામી સમયમાં વિસ્તારની પ્રથાને પુરના પાણીના કારણે પડતી મુશ્કેલીમાંથી મુકિત મળશે તેમ કૌશિક વેકરિયા જણાવે છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
