<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

બાળકો માટે સોશિયલ મીડિયા 'નો-એન્ટ્રી' ઝોન: સ્પેન સરકાર ૧૬ વર્ષથી નાની વયના બાળકો પર મૂકશે પ્રતિબંધ

વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ટેક કંપનીઓની આકરી ટીકા કરી; ડીપફેક અને જાતીય શોષણ રોકવા સરકારનું કડક પગલું: સ્પેન સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુબઈ સમિટમાં જણાવ્યું હતું કે, ટેક પ્લેટફોર્મ્સ પર ફેલાતી ગેરકાયદેસર સામગ્રી, બિન-સહમતિપૂર્ણ ડીપફેક છબીઓ અને ઓનલાઈન શોષણથી બાળકોને બચાવવા આ કાયદો લાવવો અનિવાર્ય છે.

 

(10:01 AM IST)