તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
ઇકો કારની ઠોકરે ટુવ્હીલર ચડતાં સિંધી સોસાયટીના સતિષભાઇનું મોત
કપડા વેંચવા જતી વખતે પડધરી બાયપાસ પાસે બનાવ : ૭૫ વર્ષના વૃધ્ધે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો

રાજકોટ તા. ૪: માધાપર ચોકડીથી આગળ નવી કાોર્ટ સામે સિંધી સોસાયટીમાં રહેતાં સતિષભાઇ મોહનભાઇ ચાવલા (ઉ.વ.૭૫) નામના વૃધ્ધ તા. ૨ના સાંજે સાડા ચારેક વાગ્યે ટુવ્હીલર હંકારીને જતાં હતાં ત્યારે પડધરી બાયપાસ પાસે ઇકો કારના ચાલકે ઠોકરે લેતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેમનું આજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામનાર સતિષભાઇ ચાર બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં અને કપડાનો વેપાર કરતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. પડધરીમાં સોમવારી બજાર ભરાય છે ત્યાં કપડા વેંચવા માટે જતી વખતે આ અકસ્માત નડયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
(3:56 PM IST)










