તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
રાજકોટ રેલવે સ્ટેશન પર નુક્કડ નાટક દ્વારા ટિકિટ જાગૃતિનો સબળ સંદેશ
મેરી ટિકિટ, મેરી શાન - વિકસિત ભારત માટે મારું યોગદાન અભિયાન અંતર્ગત મુસાફરોને જાગળત કરાયા

રાજકોટ, તા. ૪ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ મુસાફરોને યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરવા તથા ડિજિટલ રેલવે સેવાઓ અપનાવવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ૨૮ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ઙ્કમેરી ટિકિટ, મેરી શાન - વિકસિત ભારત માટે મારું યોગદાનઙ્ઘ જન-જાગળતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે રાજકોટ રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓ દ્વારા એક પ્રભાવશાળી નુક્કડ નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે મુસાફરો પર ઊંડી છાપ છોડી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીના દ્વારા રાજકોટના માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા સહિત અન્ય અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલવે કર્મચારીઓ દ્વારા પ્રસ્તુત શેરી નાટક દ્વારા ટિકિટ વગર મુસાફરી કરવાના દુષ્પરિણામો અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાના મહત્વને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. મુસાફરો અને સ્ટેશન પર ઉપસ્થિત નાગરિકોએ આ નાટકને ખૂબ જ બિરદાવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના કાર્મિક વિભાગ દ્વારા ‘મેરી ટિકિટ, મેરી શાન - વિકસિત ભારત માટે મારું યોગદાન' વિષય પર રાજકોટ, જામનગર અને દ્વારકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આયોજિત ચિત્રકલા અને સ્લોગન લેખન સ્પર્ધાના વિજેતાઓને મેયર, DRM અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર દ્વારા મેરિટ પ્રમાણપત્ર અને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા માનનીય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાએ મુસાફરો અને નાગરિકોને ટિકિટ લઈને જ મુસાફરી કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટિકિટ લઈને મુસાફરી કરવી એ માત્ર કાયદાકીય જવાબદારી નથી, પરંતુ પ્રામાણિકતા, શિસ્ત અને જવાબદાર નાગરિક હોવાનું પ્રતીક છે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પણ જવાબદાર મુસાફરીની ભાવના સુદ્રઢ કરવામાં આવી છે.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજરે આ જન-જાગળતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી બદલ માનનીય મેયરનો આભાર વ્યક્ત કર્યો હતો અને મુસાફરોને દેશહિતમાં હંમેશા યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરવા અપીલ કરી હતી.
વધુમાં, કોમર્શિયલ વિભાગના ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા મુસાફરોને રેલવન (RailOne) એપ વિશે માહિતી આપવામાં આવી હતી અને ડિજિટલ રેલવે સેવાઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ જન-જાગળતિ કાર્યક્રમ ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો, જેનાથી તેમનામાં આત્મવિશ્વાસની સાથે સમાજ પ્રત્યે હકારાત્મક ભાગીદારીની ભાવના વિકસી છે. બાળકોને આ અભિયાન સાથે જોડીને રાજકોટ ડિવિઝને ભવિષ્યના જવાબદાર નાગરિકોના નિર્માણની દિશામાં એક પ્રશંસનીય પહેલ કરી છે.
આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કાર્મિક અધિકારી શ્રી અમળત સોલંકી, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર શ્રી હિતેશ જોષી, પૂર્વ DRUCC સભ્ય શ્રી હેમભાઈ પરમાર સહિત કોમર્શિયલ અને કાર્મિક વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:06 PM IST)










