News of Wednesday, 4th February 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના પ્રવાસે: પુરી જગન્નાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરી

પુરી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે સાંજે ઓડિશાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં દર્શન કરી દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ તલાબનિયા હેલિપેડ પર ઉતર્યા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી એ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ સીધા ‘લોક ભવન’ ગયા હતા. તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ:
૧. તેમણે જાજપુરના ઐતિહાસિક મા બિરાજા મંદિર માં વિશેષ પૂજા કરી હતી. ૨. બાલાસોર ખાતે ફકીર મોહન યુનિવર્સિટી ના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. ૩. પુરીમાં આજે બુધવારે સવારે તેઓ પવિત્ર શ્વેતગંગા પુષ્કરિણી ખાતે પિંડદાન સહિતની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી હતી.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
