<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સાવરકુંડલા મતદાર યાદી માં મુસ્‍લિમ મતદારોની સંખ્‍યા ઓછી કરવા ભાજપના કાર્યકરો દ્વારા ૭ નં. ના ફોર્મ ભરવામાં આવ્‍યાઃ ઇકબાલ ગોરી -નાસિર ચૌહાણ

 

 સાવરકુંડલાઃ તા.૪, શહેર માં થી ૭ હજાર થી વધુ  મુસ્‍લિમ મતદારો ના નામ મતદાર યાદીમાંથી કાઢી   નાખવા નું ષડયંત્ર બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ હતી  મતદાર યાદી માંથી મુસ્‍લિમ મતદારોના નામો કાઢી ભાજપ શું સિધ્‍ધ કરવા માં છે તેવો વેધક સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના મહામંત્રી  ઇકબાલ ગોરી અને નગર પાલિકા ના કાઉન્‍સિલર નાસિર ચોહાણે કરેલ હતો

   આ અંગે ઇકબાલ ગોરી અને નગર સેવક નાસિર ચોહાણ એ વધુ માં સવાલ કરતા જણાવેલ  છેકે,  સાવરકુંડલા શહેર માં પણ સંબંધિત અધિકારી દ્વારા એસ આઈ આર આઈ  સબંધિત કચેરી ના બી એલ ઓ દ્વારા ડોકયુમેન્‍ટ જમા કરવા માં અને બી એ લો દ્વારા જે  ફોર્મ ૭ ખરાઇ કરી રજૂ કરવા માં આવેલ તેમાં અમો ને કશું વાંધો કે તકરાર  નથી પરંતુ બીએલલો સિવાય કોઈ ત્રાહીત વ્‍યક્‍તિઓ દ્વારા વ્‍યક્‍તિગત ફોર્મ ૭ માં ખોટી માહિતી ભરી શહેર માંથી અંદાજે ૭૦૦૦ આસ પાસ જીવિત મતદારો સાવરકુંડલા પોતાના સ્‍થળ અને સરનામે રહેતા હોવા છતાં  ભાજપ ના હોદેદારો કરી કરો એ ૭ નં. નું ફોર્મ ભરી મતદાર યાદી માં થી નામ મતદારો ના નામ મતદાર યાદી માંથી રદ કરવા નું ષડયંત્ર બહાર આવવા પામેલ છે જે તે બાબતે યોગ્‍ય અને કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે

     મતદારો ના નામ મતદાર યાદી માંથી કાઢી નાખવા માટે ફોર્મ ૭ ભરી જે ષડયંત્ર રચવા માં આવ્‍યું છે જે લોકશાહી માં ન શોભે તેવું કલંકિત બાબત ગણાઈ ફોર્મ ૭ ભરવા માં ભાજપ હોદેદારો નગર પાલિકા ના કાઉન્‍સિલરો  ના નામો આવી રહ્યા છે તે જોતા આ ફોર્મ ભરનાર કોઈ અભણ કે અબુદ લોકો નથી આતો સમજુ અને જવાબદાર લોકો છે. એટલે જાણી જોઈ ને ભર્યા હોય તેવું સ્‍પષ્ટ દેખાઈ આવી રહ્યું છે અને

આ અંગે ગોરી અને ચૌહાણે એમ પણ જણાવેલ હતું કે સાવરકુંડલા સિવાય બીજા અન્‍ય શહેરો માં ૭ નબર ના ફોર્મ ભરીને સારા સારા વ્‍યક્‍તિના   નામો કાઢવા નું કાવતરું રચવા માં આવ્‍યું છે તેમાં પણ ભાજપ ના કાર્યકરો થી માંથી હોદેદારો સામેલ હોવાનું બહાર આવવા પામેલ છે તો ૭ નબર ના ફોર્મ નો ખોટી રીતે  ઉપયોગ કરી સ્‍થાનિક અને વર્ષો થી તેજ સરનામે રહેતા અને આગેવાન અને પ્રતિષ્ઠાત વ્‍યક્‍તિ ના નામો મતદાર યાદી માંથી રદ કરવા ભાજપ શું સિધ્‍ધ કરવા માંગે છે.

(1:46 PM IST)