<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

જુનાગઢ જેલમાં બેરેકની ઝડતી કરતા બિનવારસી મોબાઈલ ફોન મળ્‍યો

અજાણ્‍યા શખ્‍સ સામે કાર્યવાહી કરી તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૪: જુનાગઢ જેલમાં ઝડતી કરતા બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા અજાણ્‍યા શખ્‍સ સામે કાર્યવાહી કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ જિલ્લા જેલમાં ગઈકાલે  જેલરશ્રી એમ.બી.વાઘેલાએ ઝડતી સ્‍કવોર્ડના કર્મચારીઓને સાથે રાખી ઝડતી હાથ ધરી હતી.

આ દરમ્‍યાન સર્કલપ્ર૩, બેરેક-૨૩(મનોરંજન) બેરેકની ઝડતી કરતા, ઝડતી દરમ્‍યાન બેરેકની બારીના ખુણામાં સંતાડીને છુપાવી રાખેલ જેલ પ્રતિબંધીત કીપ્રપેડ વાળો સિલ્‍વર તથા કાળા કલરનો મોબાઈલ  લાલ કલરની બેટરી સાથે અને સીમકાર્ડ વગરનો, બિન વારસી મળી આવતા કબજે લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બારામાં જેલના હવાલદાર વિક્રમભાઇ કે. મેરે અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી

(12:10 PM IST)