<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

કોયલીવાવ અને સિંગલવાણ ગામની વચ્ચે આવેલ વળાંકમા બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોયલીવાવ અને સિંગલવાણ ગામની વચ્ચે આવેલ વળાંકમા પૂરપાટ જઈ રહેલી બાઇક ઝાડ સાથે ભટકાતા યુવાન ચાલકનું મોત નિપજ્યું હતું.
    મરનાર દિનેશભાઈ નવાભાઇ વસાવા (ઉ.વ.૨૮ )(રહે. સામરપાડા (થપાવી) ડુંગર ફળીયુ તા-ડેડીયાપાડા જી-નર્મદા )નાઓએ પોતાના કબજામાની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-22-Q-3794 ની પુર ઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કોયલીવાવ અને સિંગલવાણ ગામની વચ્ચે આવેલ વળાંકમા રોંગ સાઈડમાં રોડની સાઇડમાં આવેલ ઝાડ તથા સાઇન બોર્ડ સાથે અથડાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થયા બાદ તેમનું સ્થળ ઉપર મોત નિપજતા દેડિયાપાડા પોલીસે દિનેશ વસાવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:03 PM IST)