News of Monday, 3rd August 2026
શહેરમાં રોગચાળો વકર્યોઃ શરદી- તાવ- ઉધરસના ૨૩૯૭ દર્દીઃ મેલેરીયા- ડેન્ગ્યુના ૧-૧ કેસ
મનપા દ્વારા ૯૧૬૪૫ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૩૭૨ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૪૯૨ને નોટીસ

રાજકોટ, તા.૩: શહેરમાં હાલ ચોમાસાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્યો છે. કેમ કે, શરદી, તાવ, ઉધરસ સહિતના ૨૩૯૭થી વધુ કેસ નોંધાયા હોય છે. તેમજ મચ્છરજન્ય રોગચાળાના ૨ કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૭ જુલાઇ થી ર ઓગસ્ટ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૨૩૯૭ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૪૮ તેમજ સામાન્ય તાવના ૯૭૨ અને ઝાડા ઉલ્ટીના કેસ ૪૭૬ સહિત કુલ ૨૩૯૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૩૫૧૮ તેમજ સામાન્ય તાવના ૨૨૨૪૨ અને ઝાડા ઉલ્ટીના કેસ ૮૪૫૯ તથા ટાઇફોઇડના ૨૬તેમજ કમળાના ૩૭ કેસ નોંધાયા છે.
મચ્છરજન્યના ૨ કેસ
શહેમાં છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય એટલે કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. જયારે સીઝનમા ડેન્ગ્યુના ૧૯, મેલેરીયાના ૮ તથા ચિકનગુનિયાના ૧ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૪૯૨ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૧૬૪૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૭૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.
આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૮૦૯થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૯૨ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(3:25 PM IST)










