તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 3rd August 2026
વાવેતર પર કાચુ સોનુ વરસ્યુ : મગફળી આ વર્ષે દિવાળી ટાણે બજારમાં આવશે
મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, ઝબુકી વીજળી ને, લાગે એનો ડર... : સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, સોયાબીનને હાલના વાવેતરથી પુષ્કળ ફાયદોઃ વાવણી મોડી થવાથી ઉપજ મોડી થશે : ખેડૂતોને સારા વર્ષની આશા

રાજકોટ, તા. ૩ : સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ખરીફ વાવેતરમાં ફાયદો થયો છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર કરવામાં આવે છે. ઘણા ખેડૂતો મગ અને અડદ પણ વાવે છે. ધીમીધારનો વરસાદ ફાયદારૂપ થયો છે. હજુ કુવામાં પૂરતા પાણી આવ્યા ન હોવાથી વધુ વરસાદ થાય તો વધુ ફાયદો થઇ શકે તેમ છે. સામાન્ય રીતે દશેરાએ બજારમાં આવી જતી મગફળી આ વર્ષે દિવાળી ટાણે કે દિવાળી પછી બજારમાં આવે તેવા અત્યારના સંજોગો છે. ખેડૂતો અત્યારના વરસાદને કાચા સોના જેવો ગણાવી રહ્યા છે.
મગફળી ટુંકાગાળાનો પાક ગણાય છે. કપાસ લાંબા ગાળાનો પાક છે. તે દિવાળી પછી બજારમાં આવશે. દર વર્ષે મગફળી સામાન્ય રીતે નોરતા કે દશેરા સુધીમાં બજારમાં આવવા લાગે છે. આ વર્ષે છેલ્લા ૩૦ થી ૪૦ દિવસમાં જેતે વાવણી કરી છે તે મગફળી દિવાળી આસપાસ એટલે કે રાબેતા મુજબના સમય કરતા ૧પ થી રપ દિવસ મોડી આવશે.
ખેડૂત વર્તુળોનું કહેવું છે કે વાવેતર પર જેટલો વરસાદ થવો જોઇએ એટલો થયો નથી પણ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ધીમીધારે વરસાદ થયો તે ફાયદારૂપ છે. હજુ વરસાદ થોડો દિવસ ચાલુ રહે તો પણ નુકશાન નથી. મેઘરાજાની મહેરબાનીથી વાવેતર અને જમીન બન્નેને લાભ થયો છે. સૌરાષ્ટ્રમાં હજુ વરસાદી વાતાવરણ છે. ૧૬ આની પાક થવાની ખેડૂતોની આશા સજીવન થઇ છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
