News of Monday, 3rd August 2026
વિસાવદરના નવી ચાવંડ ગામે વાડીએ ચાલતી ક્લબ પકડાઈઃ જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાયા
પોલીસે જુગારીઓ પાસેથી રોકડ, મોબાઈલ, વાહનો સહિત ૫.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જુગાર ધામનો સંચાલક ફરાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૩: વિસાવદરના નવી ચાવંડ ગામે વાડીએ ચાલતી ક્લબ પર પોલીસે દરોડો પાડી ૧૭ ઇસમોને જુગાર રમતા પકડી પાડે રોકડ મોબાઈલ ફોન વાહનો સહિત ઈં ૫.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિસાવદર તાલુકાના નવી ચાવંડ ગામે રામનાથ હોટલ ની પાછળ રહેતો જયવંત ઉર્ફે જયુ જયરાજભાઇ ખુમાણની વાડીએ નવી ચાવંડનો ક્રીષ્ના બચુભાઈ વિછીયા નામનો ઈસમ પોતાના રહેણાંક મકાને બહારથી માણસોને બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. એવી બાતમી મળતા વિસાવદર પોલીસે રવિવારની રાતે દરોડો પાડયો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગાર રમી રહેલા હરેશ ઉર્ફે હરસુખભાઇ કાથડભાઇ ધાંધલ રહે.ખંભાળીયા તા.વિસાવદર, વનરાજ ઉર્ફે શીકારી રણુભાઇ ખુમાણ, રહે.નવી ચાવંડ તા.વિસાવદર, વિજય ભાભલુભાઇ ચાંક, રહે.ઝાંઝેસર તા.વિસાવદર, અજયભારથી સુખદેવભારથી રહે.જાંબુડા, તા.વિસાવદર, ભુપત મંગળુભાઇ ધાધલ રહે.કડાયા તા.બગસરા જી.અમરેલી, પ્રકાશ સુરેશભાઇ સાગઠીયા રહે.જાંબુડા તા.વિસાવદર, હરજીભાઇ સોમાભાઇ રાઠોડ રહે.મોણીયા તા.વિસાવદર, અરવિંદભાઇ ભીખાભાઇ રાઠોડ રહે.જાંબુડા તા.વિસાવદર, સાજીદ રહીમભાઇ કાળવાતર રહે.મોણીયા તા.વિસાવદર, ભુપેન્દ્ર ગોલણભાઇ મકવાણા રહે.મેંદરડા, સરફરાજ ઇકબાલભાઇ કુરેશી રહે.મેંદરડા, વિશાલ ઉર્ફે લાલો કેશુભાઇ લગધીર રહે.મેંદરડા, મયુર રમેશચંદ્ર ખુંટ, પ્રભુદાસ નરસીભાઇ કમાણી રહે. કેશોદ, ધીરજ માધાભાઇ ચુડાસમા રહે.કેશોદ, જય જગદીશભાઇ મશરૂ રહે મેંદરડા, વિક્રમભાઇ શાર્દુલભાઇ ચાવડા રહે કેશોદ સહિત ૧૭ શખ્સોને રૂપિયા રૂપિયા ૧, ૨૩,૯૨૦ ની રોકડ સાથે પકડી પાડયા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ ઉપરાંત ૧૬ મોબાઈલ ફોન અને ત્રણ વાહન મળી કુલ રૂપિયા ૫,૨૮,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન જુગાર ધામનો સંચાલક ક્રિષ્ના વિછીયા હાજર નહીં મળી આવતા તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
