<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ગુજરાતમાં મોસમનો સરેરાશ ૨૪.૮૨ ઇંચ વરસાદ નોંધાયો : છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૬ તાલુકામાં મેઘમહેર વચ્ચે દક્ષિણ ગુજરાત ૯૫.૭૪ ટકા વરસાદ સાથે મોખરે : રાજકોટ તાલુકામાં ૨.૭૧ ઇંચ ખાબક્યો

રાજ્યભરમાં ૬૯.૩૬ ટકા વરસાદ સાથે મેઘરાજાની તોફાની ઇનિંગ્સ : રાજકોટ જિલ્લામાં કુલ ૧૬.૪૯ ઇંચ નોંધાયો ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને પૂર્વ-મધ્ય ગુજરાતના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદી ઝાપટાં : જુઓ ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ૨૪ કલાકના વરસાદના આંકડા

ગાંધીનગર : ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ વાગ્યા સુધી પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યભરમાં નોંધાયેલા વરસાદના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સરકારી રિપોર્ટ અનુસાર રાજ્યની મોસમની સરેરાશના ૬૯.૩૬ ટકા એટલે કે ૨૪.૮૨ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

રાજકોટ જિલ્લા અને તાલુકાવાર વરસાદની સ્થિતિ:
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૮ ઇંચની સામે અત્યાર સુધીમાં ૧૩.૪૯ ઇંચ (૪૬.૨૩ ટકા) વરસાદ નોંધાયો છે. રાજકોટ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ રાજ્યનો સૌથી વધુ ૨.૭૧ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે રાજકોટ તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૧૬.૪૯ ઇંચ (૪૮.૩૩ ટકા) થયો છે.

જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં નોંધપાત્ર ઝાપટાં પડ્યા છે:
• રાજકોટ: ૨.૭૧ ઇંચ - કુલ ૧૬.૪૯ ઇંચ
• પડધરી: ૧.૪૯ ઇંચ - કુલ ૧૦.૩૧ ઇંચ
• ગોંડલ: ૦.૩૯ ઇંચ - કુલ ૧૮.૧૧ ઇંચ
• જેતપુર: ૦.૩૯ ઇંચ - કુલ ૧૬.૩૪ ઇંચ
• જસદણ: ૦.૩૫ ઇંચ - કુલ ૯.૨૧ ઇંચ
• ધોરાજી: ૦.૧૬ ઇંચ - કુલ ૧૫.૯૧ ઇંચ
• જામકંડોરણા: ૦.૧૬ ઇંચ - કુલ ૧૭.૧૭ ઇંચ
• કોટડા સાંગાણી: ૦.૧૨ ઇંચ - કુલ ૧૪.૨૫ ઇંચ
• લોધિકા: ૦.૦૮ ઇંચ - કુલ ૧૫.૧૬ ઇંચ
• વિંછીયા: ૦.૦૮ ઇંચ - કુલ ૬.૩૮ ઇંચ
• ઉપલેટા: ૦.૨૦ ઇંચ - કુલ ૯.૦૬ ઇંચ

સૌરાષ્ટ્રના તમામ ૧૧ જિલ્લાની તુલનાત્મક વિગત:
સૌરાષ્ટ્ર રીજિયનમાં મોસમનો સરેરાશ ૧૬.૩૫ ઇંચ (૫૪.૪૭ ટકા) વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની વિગત નીચે મુજબ છે:
• સુરેન્દ્રનગર: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૧ ઇંચ સાથે કુલ ૧૯.૪૪ ઇંચ (૮૧.૧૭ ટકા). જેમાં ચોટીલામાં ૧૮.૭૦ ઇંચ, ચુડામાં ૨૦.૦૦ ઇંચ, દસાડામાં ૨૦.૫૯ ઇંચ, ધ્રાંગધ્રામાં ૧૭.૩૨ ઇંચ, લખતરમાં ૨૩.૭૦ ઇંચ, લીંબડીમાં ૧૭.૦૫ ઇંચ, મૂળીમાં ૧૬.૮૧ ઇંચ, સાયલામાં ૨૦.૨૦ ઇંચ, થાનગઢમાં ૨૦.૩૧ ઇંચ અને વઢવાણમાં ૧૯.૭૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
• મોરબી: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૩ ઇંચ સાથે કુલ ૧૮.૦૫ ઇંચ (૭૮.૦૭ ટકા). જેમાં હળવદમાં ૧૭.૮૦ ઇંચ, માળિયામાં ૧૬.૬૯ ઇંચ, મોરબીમાં ૨૨.૭૬ ઇંચ, ટંકારામાં ૧૫.૦૦ ઇંચ અને વાંકાનેરમાં ૧૭.૮૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
• જામનગર: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૨ ઇંચ સાથે કુલ ૮.૩૯ ઇંચ (૨૮.૫૦ ટકા). જેમાં ધ્રોલમાં ૮.૩૯ ઇંચ, જામજોધપુરમાં ૧૧.૬૧ ઇંચ, જામનગરમાં ૬.૫૭ ઇંચ, જોડિયામાં ૮.૮૬ ઇંચ, કાલાવડમાં ૯.૨૫ ઇંચ અને લાલપુરમાં ૫.૬૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
• દેવભૂમિ દ્વારકા: છેલ્લા ૨૪ કલાકમાં શૂન્ય વરસાદ સાથે કુલ ૨.૦૭ ઇંચ (૬.૨૪ ટકા). જેમાં ભાણવડમાં ૨.૯૧ ઇંચ, દ્વારકામાં ૦.૫૯ ઇંચ, કલ્યાણપુરમાં ૧.૨૨ ઇંચ અને ખંભાળિયામાં ૩.૫૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
• પોરબંદર: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૫ ઇંચ સાથે કુલ ૫.૮૮ ઇંચ (૧૭.૬૧ ટકા). જેમાં કુતિયાણામાં ૧૦.૨૮ ઇંચ, પોરબંદરમાં ૨.૮૭ ઇંચ અને રાણાવાવમાં ૪.૪૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
• જૂનાગઢ: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૩૬ ઇંચ સાથે કુલ ૨૨.૫૮ ઇંચ (૫૪.૮૮ ટકા). જેમાં ભેંસાણમાં ૧૬.૦૨ ઇંચ, જૂનાગઢ તાલુકો અને સીટીમાં ૧૩.૭૮ ઇંચ, કેશોદમાં ૩૩.૯૦ ઇંચ, માળિયા હાટીનામાં ૩૩.૮૨ ઇંચ, માણાવદરમાં ૧૭.૦૫ ઇંચ, માંગરોળમાં ૪૨.૧૩ ઇંચ, મેંદરડામાં ૨૪.૭૬ ઇંચ, વંથલીમાં ૧૩.૩૯ ઇંચ અને વિસાવદરમાં ૧૭.૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
• ગીર સોમનાથ: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૮ ઇંચ સાથે કુલ ૧૮.૩૭ ઇંચ (૪૫.૨૬ ટકા). જેમાં ગીર ગઢડામાં ૧૦.૭૧ ઇંચ, કોડિનારમાં ૧૬.૩૮ ઇંચ, સુત્રાપાડામાં ૨૫.૯૧ ઇંચ, તાલાલામાં ૧૩.૮૬ ઇંચ, ઉનામાં ૧૯.૩૩ ઇંચ અને પાટણ-વેરાવળમાં ૨૪.૦૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
• અમરેલી: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૪ ઇંચ સાથે કુલ ૧૯.૮૬ ઇંચ (૭૨.૪૧ ટકા). જેમાં અમરેલીમાં ૨૧.૫૪ ઇંચ, બાબરામાં ૧૫.૫૫ ઇંચ, બગસરામાં ૨૦.૨૦ ઇંચ, ધારીમાં ૧૫.૭૧ ઇંચ, જાફરાબાદમાં ૧૪.૫૭ ઇંચ, ખાંભામાં ૨૧.૦૨ ઇંચ, લાઠીમાં ૧૬.૭૩ ઇંચ, લીલિયામાં ૨૧.૧૦ ઇંચ, રાજુલામાં ૨૭.૯૯ ઇંચ, સાવરકુંડલામાં ૨૨.૪૮ ઇંચ અને કુંકાવાવ વડિયામાં ૨૧.૬૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
• ભાવનગર: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૦૮ ઇંચ સાથે કુલ ૧૭.૪૫ ઇંચ (૬૮.૩૪ ટકા). જેમાં ભાવનગરમાં ૧૮.૯૮ ઇંચ, ગારિયાધરમાં ૧૭.૦૫ ઇંચ, ઘોઘામાં ૧૬.૯૩ ઇંચ, જેસરમાં ૧૪.૨૧ ઇંચ, મહુવામાં ૨૩.૯૦ ઇંચ, પાલિયાતાણામાં ૧૫.૮૭ ઇંચ, સિહોરમાં ૨૦.૯૪ ઇંચ, તળાજામાં ૧૧.૩૮ ઇંચ, ઉમરાળામાં ૧૭.૪૮ ઇંચ અને વલ્લભીપુરમાં ૧૭.૭૬ ઇંચ વરસાદ નોંધાયો છે.
• બોટાદ: છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૬ ઇંચ સાથે કુલ ૧૭.૩૩ ઇંચ (૬૭.૨૭ ટકા). જેમાં બોટાદમાં ૧૮.૯૮ ઇંચ, બરવાળામાં ૨૨.૨૦ ઇંચ, ગઢડામાં ૧૪.૮૪ ઇંચ અને રાણપુરમાં ૧૩.૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

કચ્છ ઝોન:
કચ્છ ઝોનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૫ ઇંચ વરસાદ સાથે કુલ સરેરાશ ૫.૭૨ ઇંચ (૨૯.૦૫ ટકા) વરસાદ નોંધાયો છે.
• અબડાસા: ૧.૮૫ ઇંચ
• અંજાર: ૩.૮૨ ઇંચ
• ભચાઉ: ૭.૪૦ ઇંચ
• ભુજ: ૬.૧૪ ઇંચ
• ગાંધીધામ: ૬.૨૬ ઇંચ
• લખપત: ૨.૯૫ ઇંચ
• માંડવી: ૩.૫૮ ઇંચ
• મુન્દ્રા: ૫.૫૯ ઇંચ
• નખત્રાણા: ૫.૩૧ ઇંચ
• રાપર: ૧૪.૨૫ ઇંચ

ઉત્તર ગુજરાત ઝોન:
ઉત્તર ગુજરાત ઝોનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ ૦.૩૦ ઇંચ વરસાદ પડતા કુલ ૧૪.૭૧ ઇંચ (૫૧.૧૬ ટકા) વરસાદ નોંધાયો છે.
• મહેસાણા જિલ્લા એવરેજ ૧૬.૯૦ ઇંચ: બેચરાજી (૨૦.૧૨ ઇંચ), જોટાણા (૧૮.૩૫ ઇંચ), કડી (૩૯.૦૬ ઇંચ), ખેરાલુ (૧૩.૭૪ ઇંચ), મહેસાણા (૧૫.૪૭ ઇંચ), સતલાસણા (૧૨.૭૬ ઇંચ), ઊંઝા (૯.૨૯ ઇંચ), વડનગર (૯.૮૦ ઇંચ), વિજાપુર (૧૮.૭૪ ઇંચ), વિસનગર (૧૧.૬૫ ઇંચ).
• પાટણ જિલ્લા એવરેજ ૧૫.૨૩ ઇંચ: ચાણસ્મા (૧૦.૧૨ ઇંચ), હારીજ (૧૧.૫૦ ઇંચ), પાટણ (૧૬.૮૯ ઇંચ), રાધનપુર (૨૭.૯૫ ઇંચ), સમી (૧૦.૦૦ ઇંચ), સાંતલપુર (૨૧.૮૧ ઇંચ), સરસ્વતી (૧૫.૦૮ ઇંચ), શંખેશ્વર (૧૧.૪૬ ઇંચ), સિદ્ધપુર (૧૨.૨૮ ઇંચ).
• બનાસકાંઠા જિલ્લા એવરેજ ૧૨.૨૬ ઇંચ: અમીરગઢ (૧૦.૬૭ ઇંચ), દાંતા (૧૧.૯૩ ઇંચ), દાંતીવાડા (૧૪.૩૩ ઇંચ), ડીસા (૧૪.૧૭ ઇંચ), ધાનેરા (૧૧.૪૬ ઇંચ), હડાદ (૧૩.૫૦ ઇંચ), કાંકરેજ (૧૦.૦૦ ઇંચ), ઓગડ (૧૪.૪૯ ઇંચ), પાલનપુર (૧૦.૫૯ ઇંચ), વડગામ (૧૧.૪૨ ઇંચ).
• વાવ-થરાદ પ્રદેશ એવરેજ ૧૪.૪૨ ઇંચ: ભાભર (૨૨.૮૭ ઇંચ), દિયોદર (૨૫.૯૧ ઇંચ), ધરણીધર (૧૧.૪૬ ઇંચ), લાખણી (૧૧.૯૩ ઇંચ), રાહ (૧૧.૪૨ ઇંચ), સુઇગામ (૧૩.૯૦ ઇંચ), થરાદ (૧૧.૨૬ ઇંચ), વાવ (૬.૬૧ ઇંચ).
• સાબરકાંઠા જિલ્લા એવરેજ ૧૩.૭૦ ઇંચ: હિંમતનગર (૧૭.૦૫ ઇંચ), ઇડર (૧૩.૧૧ ઇંચ), ખેડબ્રહ્મા (૭.૦૧ ઇંચ), પોશીના (૯.૬૫ ઇંચ), પ્રાંતિજ (૧૯.૧૩ ઇંચ), તલોદ (૨૩.૧૧ ઇંચ), વડાલી (૮.૫૮ ઇંચ), વિજયનગર (૧૧.૯૭ ઇંચ).
• અરવલ્લી જિલ્લા એવરેજ ૧૪.૨૯ ઇંચ: બાયડ (૧૫.૭૧ ઇંચ), ભિલોડા (૧૪.૧૭ ઇંચ), ધનસુરા (૧૯.૪૯ ઇંચ), માલપુર (૯.૨૧ ઇંચ), મેઘરજ (૧૨.૮૦ ઇંચ), મોડાસા (૧૫.૨૮ ઇંચ), સાઠંબા (૧૭.૯૧ ઇંચ), શામળાજી (૯.૭૬ ઇંચ).
• ગાંધીનગર જિલ્લા એવરેજ ૧૭.૬૫ ઇંચ: દહેગામ (૧૮.૫૪ ઇંચ), ગાંધીનગર (૧૪.૮૪ ઇંચ), કલોલ (૧૭.૬૦ ઇંચ), માણસા (૧૯.૬૧ ઇંચ).

પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન:
પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૪ કલાકમાં ૦.૨૨ ઇંચ વરસાદ નોંધાતા કુલ સરેરાશ ૨૧.૨૦ ઇંચ (૬૫.૭૫ ટકા) વરસાદ થયો છે.
• અમદાવાદ જિલ્લા એવરેજ ૨૨.૬૧ ઇંચ: અમદાવાદ સિટી (૨૩.૨૭ ઇંચ), બાવળા (૨૦.૦૮ ઇંચ), દસક્રોઈ (૨૧.૩૪ ઇંચ), ડેટરોજ-રામપુરા (૨૦.૨૪ ઇંચ), ધંધૂકા (૩૧.૩૪ ઇંચ), ધોલેરા (૧૨.૩૨ ઇંચ), ધોળકા (૩૧.૦૬ ઇંચ), માંડલ (૨૧.૨૬ ઇંચ), સાણંદ (૧૬.૯૭ ઇંચ), વિરમગામ (૨૮.૨૭ ઇંચ).
• ખેડા જિલ્લા એવરેજ ૨૯.૯૩ ઇંચ: ફાગવેલ (૧૨.૭૨ ઇંચ), ગલતેશ્વર (૨૦.૯૪ ઇંચ), કપડવંજ (૨૪.૨૧ ઇંચ), કઠલાલ (૨૨.૪૮ ઇંચ), ખેડા (૩૧.૫૦ ઇંચ), મહેમદાબાદ (૪૨.૪૦ ઇંચ), મહુધા (૨૮.૩૫ ઇંચ), માતર (૩૫.૯૮ ઇંચ), નડિયાદ (૫૬.૭૭ ઇંચ), ઠાસરા (૧૩.૮૬ ઇંચ), વસો (૪૦.૦૦ ઇંચ).
• આણંદ જિલ્લા એવરેજ ૨૬.૯૯ ઇંચ: આણંદ (૨૯.૦૯ ઇંચ), આંકલાવ (૧૫.૭૯ ઇંચ), બોરસદ (૨૭.૮૦ ઇંચ), ખંભાત (૩૦.૩૫ ઇંચ), પેટલાદ (૩૧.૫૭ ઇંચ), સોજિત્રા (૩૩.૫૮ ઇંચ), તારાપુર (૨૮.૫૦ ઇંચ), ઉમરેઠ (૧૯.૨૫ ઇંચ).
• વડોદરા જિલ્લા એવરેજ ૧૮.૮૨ ઇંચ: ડભોઈ (૨૨.૬૪ ઇંચ), દેસર (૧૭.૦૯ ઇંચ), કરજણ (૧૭.૦૯ ઇંચ), પાદરા (૧૯.૫૭ ઇંચ), સાવલી (૧૧.૪૬ ઇંચ), શિનોર (૨૮.૭૪ ઇંચ), વડોદરા (૨૦.૬૭ ઇંચ), વાઘોડિયા (૧૩.૩૧ ઇંચ).
• છોટાઉદેપુર જિલ્લા એવરેજ ૧૮.૨૮ ઇંચ: બોડેલી (૨૩.૪૬ ઇંચ), છોટાઉદેપુર (૧૨.૬૪ ઇંચ), જેતપુર પાવી (૨૪.૧૩ ઇંચ), નસવાડી (૧૯.૨૯ ઇંચ), કડવાલ (૧૩.૪૩ ઇંચ), કવાંટ (૧૭.૦૧ ઇંચ), સંખેડા (૧૮.૦૩ ઇંચ).
• પંચમહાલ જિલ્લા એવરેજ ૨૩.૨૩ ઇંચ: ઘોઘંબા (૨૦.૭૧ ઇંચ), ગોધરા (૨૩.૫૪ ઇંચ), હાલોલ (૨૫.૬૩ ઇંચ), જાંબુઘોડા (૩૧.૮૯ ઇંચ), કાલોલ (૨૩.૯૪ ઇંચ), મોરવા હડફ (૧૪.૫૩ ઇંચ), શહેરા (૨૨.૪૦ ઇંચ).
• મહીસાગર જિલ્લા એવરેજ ૧૮.૭૧ ઇંચ: બાલાસિનોર (૨૭.૮૩ ઇંચ), કડાણા (૧૮.૧૫ ઇંચ), ખાનપુર (૧૬.૦૨ ઇંચ), કોઠંબા (૨૦.૯૧ ઇંચ), લુણાવાડા (૨૧.૧૪ ઇંચ), સંતરામપુર (૧૫.૫૧ ઇંચ), વીરપુર (૨૧.૦૬ ઇંચ), ગોધર (૯.૦૨ ઇંચ).
• દાહોદ જિલ્લા એવરેજ ૧૧.૦૮ ઇંચ: દાહોદ (૧૨.૯૯ ઇંચ), દેવગઢબારિયા (૧૧.૯૩ ઇંચ), ધાનપુર (૯.૦૯ ઇંચ), ફતેપુરા (૧૧.૩૮ ઇંચ), ગરબાડા (૧૪.૧૭ ઇંચ), ગોવિંદ ગુરુ લીમડી (૮.૩૯ ઇંચ), ઝાલોદ (૮.૫૦ ઇંચ), લીમખેડા (૧૪.૫૭ ઇંચ), સિંગવડ (૯.૩૭ ઇંચ), સંજેલી (૧૨.૫૬ ઇંચ), સુખસર (૮.૯૦ ઇંચ).

દક્ષિણ ગુજરાત ઝોન:
દક્ષિણ ગુજરાત ઝોન સમગ્ર રાજ્યમાં વરસાદની દ્રષ્ટિએ મોખરે રહ્યો છે. ઝોનમાં સરેરાશ ૫૮.૧૩ ઇંચ એટલે કે મોસમનો સૌથી વધુ ૯૫.૭૪ ટકા વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે.
• ભરૂચ જિલ્લા એવરેજ ૨૬.૭૦ ઇંચ: આમોદ (૧૦.૭૧ ઇંચ), અંકલેશ્વર (૩૧.૮૯ ઇંચ), ભરૂચ (૨૪.૧૭ ઇંચ), હાંસોટ (૩૦.૯૧ ઇંચ), જંબુસર (૧૨.૯૧ ઇંચ), ઝઘડિયા (૨૭.૧૩ ઇંચ), નેત્રંગ (૪૮.૩૯ ઇંચ), વાગરા (૨૪.૯૬ ઇંચ), વાલિયા (૨૯.૨૧ ઇંચ).
• નર્મદા જિલ્લા એવરેજ ૩૧.૦૬ ઇંચ: ચીકડા (૩૦.૨૪ ઇંચ), દેડિયાપાડા (૩૪.૦૯ ઇંચ), ગરૂડેશ્વર (૨૭.૪૪ ઇંચ), નાંદોદ (૩૦.૬૩ ઇંચ), સાગબારા (૩૮.૨૭ ઇંચ), તિલકવાડા (૨૫.૭૧ ઇંચ).
• તાપી જિલ્લા એવરેજ ૪૫.૦૩ ઇંચ: નિઝર (૧૩.૯૪ ઇંચ), સોનગઢ (૪૬.૯૭ ઇંચ), ઉચ્છલ (૧૭.૯૯ ઇંચ), વાલોડ (૭૦.૮૭ ઇંચ), વ્યારા (૬૨.૮૩ ઇંચ), ડોલવણ (૯૧.૬૧ ઇંચ), કુકરમુંડા (૧૩.૩૧ ઇંચ), ઉકાઈ (૪૨.૭૬ ઇંચ).
• સુરત જિલ્લા એવરેજ ૬૦.૮૪ ઇંચ: અંબિકા (૯૮.૫૦ ઇંચ), અરેઠ (૩૬.૬૧ ઇંચ), બારડોલી (૬૬.૬૫ ઇંચ), ચોર્યાસી (૩૫.૪૩ ઇંચ), કામરેજ (૭૦.૦૮ ઇંચ), મહુવા (૬૨.૯૯ ઇંચ), માંડવી (૩૪.૨૯ ઇંચ), માંગરોળ (૪૫.૨૦ ઇંચ), ઓલપાડ (૪૮.૫૦ ઇંચ), પલસાણા (૮૨.૬૦ ઇંચ), સુરત સિટી (૬૩.૦૭ ઇંચ), ઉમરપાડા (૮૬.૧૮ ઇંચ).
• નવસારી જિલ્લા એવરેજ ૮૫.૨૨ ઇંચ: ચીખલી (૯૪.૬૧ ઇંચ), ગણદેવી (૭૬.૧૪ ઇંચ), જલાલપોર (૬૮.૯૮ ઇંચ), ખેરગામ (૧૦૧.૬૯ ઇંચ), નવસારી (૭૬.૨૨ ઇંચ), વાંસદા (૯૩.૬૬ ઇંચ).
• વલસાડ જિલ્લા એવરેજ ૯૮.૯૧ ઇંચ: ધરમપુર (૮૭.૬૮ ઇંચ), કપરાડા (૧૩૦.૨૦ ઇંચ), નાનાપોંઢા (૧૦૪.૦૬ ઇંચ), પારડી (૯૪.૯૬ ઇંચ), ઉમરગામ (૧૦૨.૫૬ ઇંચ), વલસાડ (૯૧.૯૭ ઇંચ), વાપી (૮૦.૯૪ ઇંચ).
• ડાંગ જિલ્લા એવરેજ ૮૧.૨૫ ઇંચ: ડાંગ-આહવા (૭૯.૦૨ ઇંચ), સુબીર (૭૨.૨૮ ઇંચ), વઘઈ (૯૨.૪૪ ઇંચ).

(8:54 AM IST)