News of Monday, 3rd August 2026
મહેમદાબાદના રીંછોલ ગામમાં મગર ઘૂસતાં અફરાતફરી: વણઝારા વાસ વિસ્તારના એક મકાનમાં મધરાત્રે મગર ઘૂસી જતા લોકોમાં ભારે ફફડાટ
પરિવારજનોને ઘરમાં મગર દેખાતા વિસ્તારમાં ગભરાહટ :લોકોએ સરપંચને જાણ કરતા વન વિભાગને જાણ કરાઈ :ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ કર્યું,

મહેમદાવાદ તાલુકાના રીંછોલ ગામમાં મગર ઘૂસતાં અફરાતફરી, વણઝારા વાસ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં રાત્રિના સમયે મગર ઘૂસી ગયો, સવારે પરિવારજનોને ઘરમાં મગર દેખાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી, ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી મહેમદાવાદ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ કર્યું, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, પરંતુ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
