તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 3rd August 2026
દેશમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ વધ્યું
ખેડૂતો અને વાહન ચાલકોએ વધારે પ્રમાણમાં ખરીદી કરી હતી : આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલનું જુલાઈમાં પેટ્રોલનું વેચાણ ૯.૭ ટકા વધીને ૩.૪૫ મિલિયન ટન રહ્યું : ડીઝલનું વેચાણ જુલાઇ, ૨૦૨૬માં વાર્ષિક ધોરણે ૧૦.૭ ટકા વધીને ૭.૧૨ મિલિયન ટન રહ્યું

નવી દિલ્હી,તા.૩: જુલાઈમાં ભારતની ત્રણ સરકારી ફૂફયુઅલ રિટેલ કંપનીઓનાં પેટ્રોલ અને ડીઝલનાં વેચાણમાં ગયા વર્ષનાં જુલાઈની સરખામણીમાં ઉછાળો જોવા મળ્યો છે.
જુલાઈ, ૨૦૨૬માં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાન કારણે પેટ્રોલ-ડીઝલનાં વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. ઓછા વરસાદને કારણે ખેડૂતો અને વાહન ચાલકોએ વધારે પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરી હતી.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)નું જુલાઈમાં પેટ્રોલનું વેચાણ ૯.૭ ટકા વધીને ૩.૪૫ મિલિયન ટન રહ્યું છે. જે ગયા વર્ષે જુલાઇમાં ૩.૧૪ મિલિયન ટન હતું.
જો કે જૂન, ૨૦૨૬ની સરખામણીમાં જુલાઈ, ૨૦૨૬માં પેટ્રોલનું વેચાણ ૩.૪૮ મિલિયન ટનથી ૧.૧ ટકા ઓછું થયું છે.
ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓનાં મુખ્ય સંકેત ગણાતા ડીઝલનું વેચાણ જુલાઈ, ૨૦૨૬માં વાર્ષિક ધોરણે ૧૦.૭ ટકા વધીને ૭.૧૨ મિલિયન ટન રહ્યું છે. જે એક વર્ષ અગાઉ જુલાઈમાં ૬.૪૩ મિલિયન ટન હતું.
તેનો ઉપયોગ માલનાં પરિવહન, કૃષિ મશીનરી અને સિચાઈમાં થાય છે. જુલાઇમાં ઓછો વરસાદ થવાને કારણે સિચાઈમાં ડિઝલની માંગ વધી ગઈ હતી. સામાન્ય રીતે ચોમાસુ શરૂ થવાની સાથે જ ઇંધણનું વેચાણ ઘટી જાય છે કારણકે વરસાદથી સિચાઇ માટેનાં પંપ ચલાવવાની જરૂરિયાત ઘટી જાય છે અને વાહનોની અવરજવર પણ ઘટી જાય છે.
જો કે ચાલુ વર્ષે વરસાદમાં વિલંબ થતા ખેડૂતોને સિચાઈ માટે પંપ ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ કરવો પડ્યો હતો.
જુલાઈમાં જેટ ફયુઅલ (એટીએફ)નું વેચાણ ૨.૯ ટકા વધીને ૬,૫૯,૯૦૦ ટન રહ્યું છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
