<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

રાજકોટને ર૬૮ કરોડના પ્રોજેકટ ભેટ આપતા ભૂપેન્‍દ્રભાઇ

કોર્પોરેશન તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રોજેકટનું લોકાપર્ણ-ખાતમુર્હૂતઃ જીલ્લા કલેકટર તંત્રના જન-સુખાકારીના કામોનું વિતરણ વિકાસ અને વિકાસની રાજનીતિ કેવી હોય તેનો અનુભવ આપણને નરેન્‍દ્રભાઇએ કરાવ્‍યો છે

ભૂપેન્‍દ્રભાઇએ કોર્પોરેશન તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના રૂા.ર૬૮ કરોડથી વધુના વિવિધ પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩: મહાનગરપાલિકાના કુલ રૂ. ૨૪૭.૭૮ કરોડના ૨૬ વિકાસ કાર્યોમાં, રૂ.૯૪.૪૨ કરોડના ૧૩ પ્રોજેક્‍ટ્‍સના લોકાર્પણ અને રૂ. ૧૫૩.૩૫ કરોડના ૧૩ પ્રોજેક્‍ટ્‍સના ખાતમુહૂર્ત તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી હસ્‍તકના રૂ. ૨૦.૩૦ કરોડના કુલ ત્રણ પ્રોજેક્‍ટના લોકાર્પણ  ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે કરવામાં આવ્‍યા હતાં.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ગઇકાલે રવિવારે ઓડીટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, મુખ્‍યમંત્રીના હસ્‍તે રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી હસ્‍તકના કુલ રૂ. ૨૬૮ કરોડથી વધુ રકમના વિવિધ પ્રોજેક્‍ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જન-સુખાકારીના વિવિધ કામોના લાભનું પણ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે રાજ્‍યના કળષિ અને ખેડૂત કલ્‍યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્‍સ્‍યોદ્યોગ, પ્રોટોકોલ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્‍યના સામાજિક ન્‍યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્‍યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્‍યના ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, અતિથિ વિશેષ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયાની ઉપસ્‍થિતિ રહી તે રાજકોટના ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા, ધોરાજીના ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા, ટંકારાના માન. ધારાસભ્‍ય  દુર્લભજીભાઈ દેથરિયા, કાલાવડના ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, અને ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, ઉપરાંત સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. ઉત્‍પલ જોશી, રાજ્‍યના પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, શહેર ભાજપ સંગઠનના હોદેદારઓ તથા બહોળી સંખ્‍યામાં છાત્રો અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂ. ૨૪૭.૭૮ કરોડના ૨૬ વિકાસ કાર્યોમાં, રૂ.૯૪.૪૨ કરોડના ૧૩ પ્રોજેક્‍ટ્‍સના લોકાર્પણ અને રૂ. ૧૫૩.૩૫ કરોડના ૧૩ પ્રોજેક્‍ટ્‍સના ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જ્‍યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી હસ્‍તકના રૂ. ૨૦.૩૦ કરોડના કુલ ત્રણ પ્રોજેક્‍ટના લોકાર્પણ કરવામાં આવ્‍યા હતાં. આ ઉપરાંત આજના આ ગરિમામય કાર્યક્રમમાં માનનીય મુખ્‍યમંત્રીના શુભ હસ્‍તે જન-સુખાકારીના વિવિધ કામોના લાભ પણ લાભાર્થીઓને વિતરિત કરવામાં આવેલ હતાં.

આ અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પ્રાસંગિક વ્‍યક્‍તવ્‍યમાં કહ્યું હતું કે, વિકાસ અને વિકાસની રાજનીતિ કેવી હોય તેનો અનુભવ આપણને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરાવ્‍યો છે. વિકાસની વાતો કરવી અને અને તેનો અનુભવ કરાવવો એ બંને અલગ બાબતો છે. મને એ ખ્‍યાલ છે કે, પ્રધાનમંત્રીશ્રીની વિકાસની રાજનીતિનો સૌથી વધુ અનુભવ રાજકોટને થયો છે.

એક સમયે જલ કટોકટીથી પીડાતા રાજકોટની આ સમસ્‍યા ઉકેલવા ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી વડાપ્રધાનશ્રીએ ‘સૌની' યોજના આપી ને હવે રાજકોટ પાણી બાબતે નિヘતિં થઇ ચુકયું છે. ભૂતકાળમાં ખેડૂતોને કળષિ માટે વીજળીના કનેક્‍શન માંડ માંડ મળતા તે હવે આસાનીથી મળી રહે છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નાના માં નાના વ્‍યક્‍તિની પણ ચિંતા કરી છે. પાણી, રસ્‍તા, સ્‍વાસ્‍થ્‍ય માટે આયુષ્‍યમાન કાર્ડ, યોગા પ્રસાર, ઉજ્જવલા યોજના સહિતની અનેક યોજનાઓ અમલમાં મુકેલી છે. હું એમ કહી શકું છું કે, આપની નજર સમક્ષ દરેક બાબતોમાં પરિવર્તન અનુભવાય છે.

મુખ્‍યમંત્રીશ્રીએ વિશેષમાં એમ પણ કહ્યું હતું કે, આજે રાજકોટના ખેડૂતોનો જુનો પ્રશ્ન ઉકેલાયો છે. નગરજનોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું એ સરકારની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીશ્રીની દૂરંદેશી અને માર્ગદર્શન હેઠળ ‘વિકાસ ભી વિરાસત ભી' અભિયાન હેઠળ આપણા રાજ્‍ય અને સમગ્ર દેશમાં વિકાસની સાથોસાથ વિકાસ તો આગળ ધપી જ રહ્યો છે.

આપણી વિરાસત પણ સાચવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણી સંસ્‍કળતિ અને સંસ્‍કારને આપણે ટકાવી રાખવા પર ધ્‍યાન આપવું પડશે. સંસ્‍કળતિ અને સંસ્‍કાર આપણા સ્‍વભાવમાં પણ આવવા ખુબ જ જરૂરી છે. સરકાર આવતીકાલનું વિચારીને આજે તેના પર કાર્ય કરી રહી છે. આપણા દેશના પર્યાવરણની જાળવણી  માટે આ કવાયત ખુબ જ મહ્‍ત્‍વપૂર્ણ બની રહી છે. પર્યાવરણની જાળવણી નહી કરવાના કારણે જે મુશ્‍કેલીઓ પડે છે તેમાથી બહાર આવવા માટે અત્‍યારથીજ પર્યાવરણની રક્ષા કરવા સૌએ આગળ આવવું પડશે. મહત્તમ વ્રુક્ષારોપણની સાથોસાથ આપણે સૌએ પાણી, વીજળી અને ઇંધણ બચાવીએ એ પણ એક પ્રકારે પર્યાવરણની જાળવણી છે.

ભૂપેન્‍દ્રભાઈ પટેલે અન્‍ય એક મહત્‍વપૂર્ણ બાબત વિશે વાત કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતળત્‍વમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનવા આગળ ધપી રહેલ છે. ભારતમાં વિકાસની સાથોસાથ ધંધારોજગાર પણ વધુ ને વધુ વિકસે એ દિશામાં સરકાર પ્રયત્‍નશીલ છે. રાજ્‍ય સરકારે કરેલા એક અગત્‍યના નિર્ણય મુજબ હવેથી મહાનગરપાલિકા હેઠળના વિસ્‍તારોમાં નવા રોડ આર.સી.સી.ના જ બનશે. વિકાસ કામો માટે રાજ્‍ય સરકાર તરફથી તંત્રને જરૂરીયાત મુજબ નાણાકીય સહકાર મળતો જ રહેશે.

મુખ્‍યમંત્રીશ્રીએ હાલ ગ્‍લાસ્‍ગોવમાં ચાલી રહેલા કોમનવેલ્‍થ ગેઈમ્‍સ-૨૦૨૬માં ભારતીય રમતવીરોએ કુલ ૩૬ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે તેને યાદ કરીને સૌ સ્‍પોર્ટ્‍સ પર્સનને અભિનંદન પાઠવ્‍યા હતા, સાથોસાથ એ પણ યાદ અપાવ્‍યું હતું કે, આગામી કોમનવેલ્‍થ ગેઈમ્‍સ-૨૦૩૦નું આયોજન ગુજરાતમાં થવાનું છે અને તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિકસિત ભારત અભિયાન માટે વિકસિત ગુજરાત તરફ આપણે સૌ આગળ ધપી રહ્યા છીએ.

આ કાર્યક્રમની શરૂઆતમાં મુખ્‍યમંત્રી અને અન્‍ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ. ત્‍યારબાદ મહાનુભાવો અને ઉપસ્‍થિત સૌનું સૌરાષ્‍ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ઉત્‍પલ જોશીએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. જ્‍યારે મંચસ્‍થ મહાનુભાવો દ્વારા મુખ્‍યમંત્રીને મોમેન્‍ટો, શાલ, બૂક, પ્રતિમા, સુતરની આટી  અને પાઘડી વગેરેથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમજ મંચ પરના અન્‍ય મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ. મુખ્‍યમંત્રીશ્રીએ વિવિધ વિકાસકામોનું ડિજિટલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અંતમાં આભારવિધિ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે કરી હતી.

કોર્પોરેશનના પ્રજાલક્ષી પ્રોજેકટ  લોકાર્પણ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે મનપાના કુલ રૂ. ૯૪.૪૨ કરોડના ૧૩ વિકાસકાર્યો નાગરિકોને સમર્પિત કરવામાં આવ્‍યા હતા. જેમાં વોર્ડ નં.૧૧માં મોટામવા ખાતે પમ્‍પિંગ હાઉસ સાથે ૩ ML ESR અને ૨૨.૧૭ ML GSR સાથે હેડવર્કસનું નિર્માણ વોર્ડ નં.૯માં મુંજકા ખાતે પમ્‍પિંગ હાઉસ સાથે ૩ ML ESR અને ૧૪.૦૦ ML GSR સાથે મુંજકા હેડવર્કસનું નિર્માણ, રીયા રિફયૂઝ ટ્રાન્‍સફર સ્‍ટેશન ખાતે રૂ.૬.૯૬ કરોડના ખર્ચે કોઠા ૧૫૦ TPDનો મટિરિયલ રિકવરી ફેસીલીટી (MRF) પ્‍લાન્‍ટનું નિર્માણ, વોર્ડ નં.૯ માં મુજકા વિસ્‍તારમાં આર્ષ વિદ્યામંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ તથા સીવેજ પમ્‍પીંગ સ્‍ટેશનનું નિર્માણ, વોર્ડ નં.૧૧ માં નવા આરોગ્‍ય કેન્‍દ્ર તથા નવી વોર્ડ ઓફિસનું નિર્માણ, વોર્ડ નં.૧૬માં નંદા હોલથી સરદાર પટેલ આરોગ્‍ય કેન્‍દ્ર સુધીના ૧૫ મીટર ટી.પી. રોડ પર સી.સી. રોડ સાઈડના પડખામાં પેવીંગ બ્‍લોક, યુટીલીટી તથા પાઈપ ગટર કામનું નિર્માણ, વોર્ડ નં.૧૮  બનાવવામાં આવેલ શહેરી સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રનું નિર્માણ, વોર્ડ નં.૧૧ અધ્‍યતન પાર્ટી પ્‍લોટનું નિર્માણ, વોર્ડ નં.૩માં પોપટપરા વેર હાઉસ થી કુગસીયા સર્કલ તથા એચ.સી.જી. હોસ્‍પીટલ રોડ પર ૦૫ વર્ષના કોમ્‍પ્રીહેન્‍સીવ O & M સાથે સેન્‍ટર LED લાઇટીંગ કામ, વોર્ડ નં.૧૧માં પરસાણા ચોકથી પ્રાઇડ રીસોર્ટ સુધી કણકોટ તરફ જતા રસ્‍તા ઉપર ૦૫ વર્ષના કોમ્‍પ્રીહેન્‍સીવ O & M સાથે સેન્‍ટર LED લાઇટીંગ કામ, વોર્ડ નં. ૧૨માં વાવડી વિસ્‍તારમાં ગાર્ડનનું નિર્માણ

ખાતમુહૂર્ત

આ સાથે જ રૂ. ૧૫૩.૩૫ કરોડના ખર્ચે ૧૩ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં વોર્ડ નં. ૮ માં કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્‍ચેપનાં બાકી રહેતા વિસ્‍તા રમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ડીસ્‍ટ્રી બ્‍યુ.શન નેટવર્ક કરવાનું તેમજ ડામર રોડ રીસ્‍ટોડરેશન કરવાનું કામ તથા રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવાડ રોડ, સહકારનગર રોડ વચ્‍ચોનાં વિસ્‍તા.રમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું તેમજ ડામર રોડ રીસ્‍ટો રેશન કરવાનું કામ. વોર્ડ નં.૧૪ માં પારડી રોડ, શેઠ હાઇસ્‍કુલની સામે નવું ફાયર સ્‍ટેશન તથા સ્‍ટાફ કવાટર્સ  બનાવવાનું કામ. વોર્ડ નં.૧૪ માં પારડી રોડ, શેઠ હાઇસ્‍કુલની નવો કોમ્‍યુનિટી હોલ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૦ માં અધતન લાઇબ્રેરી બનાવવાનું કામ. રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુ દરમ્‍યાઠન જેટ પેચર મશીનથી રસ્‍તાક પરનાં પોટહોલ્‍સલ રીપેરીંગ કરવાનું કામ. વોર્ડ નં.૯ માં પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પંમ્‍પીાંેગ સ્‍ટેલશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોંકળામાં રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ. વોર્ડ નં.૧૭ માં પારડી રોડ પર ટી.પી. સ્‍કીમ નં.૫ (રાજકોટ) એફ.પી. નં.૨૪૨ માં આવેલ રણછોડદાસ કોમ્‍યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવાનું કામ. વોર્ડ નં.૧૪ માં આવેલ સોરઠીયાવાડી ગાર્ડનનું નવિનિકરણ કરવાનું કામ. વોર્ડ નં.૧૫ માં લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૦૧ થી ૦૭ માં આવેલા નાલા બનાવવાનું કામ. વોર્ડ નં.૧૨ માં ધારા ગેસ ગોડાઉન રોડને ડેવલપ કરવાનું કામ. વોર્ડ નં.૬મા પાંજરાપોળ, રામનાથ મંદિર તરફ જવાના રસ્‍તે આજી નદી પર અને પરશુરામ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે સ્‍લેબ કલ્‍વર્ટ કરવાનું કામ. વોર્ડ નં.૬ માં એસબીએમ ૨.૦ અંતર્ગત અલગ અલગ જગ્‍યાઓએ પબ્‍લિક ટોયલેટ બનાવવાનું કામ.(૬.૧૪)

 

જન-સુખાકારીના વિવિધ કામોના લાભનું વિતરણ

આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભુપેન્‍દ્રભાઇએ જન-સુખાકારીના વિવિધ કામોના લાભ પણ લાભાર્થીઓને વિતરિત કરવામાં આવેલ જેમાં આજી-૧ ડેમના જમીન સંપાદનને કારણે ખેડૂતોને રિ-ગ્રાન્‍ટ થયેલ જમીનના ટાઇટલ હકક આપવા અંતર્ગત ગામ નમૂના નં. ૭/૧ર નું વિતરણ કરાયેલ. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલ નવી પહેલ ‘સ્‍વસ્‍થ હાથ, પોષણ સાથ' અંતર્ગત રાજકોટ જિલ્લાના તમામ મધ્‍યાહન ભોજન કેન્‍દ્રોના રસોઇયા અને મદદનીશ બહેનોને એપ્રન, હેન્‍ડ ગ્‍લવ્‍ઝ તથા કેપનું વિતરણ કરાયેલ. એલિમ્‍કો દ્વારા ૮૧પ દિવ્‍યાંગ જનોને કુલ રૂા. ૯૦.૦૮ લાખના સાધન સહાય વિતરણ કરવામાં આવેલ.

 

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી હસ્‍તકના

પ્રોજેક્‍ટનું લોકાર્પણ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી હસ્‍તકના ત્રણ પ્રોજેક્‍ટની વિગતો જોઈએ તો રૂ.૧૧.૯૧ કરોડના ખર્ચે બનેલા નવીન ઓડિટોરીયમ, રૂ. ૭.૭૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ન્‍યુ લાઈબ્રેરી બિલ્‍ડિંગ અને રૂ.૬૮ લાખના ખર્ચે બનાવવામાં આવેલ હેલ્‍થ સેન્‍ટર બિલ્‍ડિંગના પણ લોકાર્પણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

(2:16 PM IST)