<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પૂ.મોરારીબાપુ

પૂ.ડોંગરેજી મહારાજ પ્રેરણાદાયી શ્રી કૃષ્‍ણ સેવા ટ્રસ્‍ટ અન્નક્ષેત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્‍ટના મહિલા સેવાયજ્ઞની મુલાકાત લીધી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૩: શ્રી સોમનાથ મહાદેવના દર્શને પૂ.મોરારીબાપુ આવ્‍યા હતા અને પૂ.ડોંગરેજી મહારાજ પ્રેરણાદાયી શ્રી કૃષ્‍ણ સેવા ટ્રસ્‍ટના અન્નક્ષેત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્‍ટના મહિલા સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી.

સુપ્રસિધ્‍ધ રામાયણ કથાકાર પૂ.મોરારીબાપુએ સોમનાથ ત્રિવેણી રોડ ઉપર આવેલ પુજય ડોંગરેજી મહારાજ પ્રેરણાદાયી શ્રી કૃષ્‍ણ સેવા ટ્રસ્‍ટ અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી. જયાં ટ્રસ્‍ટીઓ અશોક પરમાર, ધનસુખભાઇ પીઠડ, વિવેક અશોક પરમારએ ફુલહારથી સ્‍વાગત કર્યું હતુ અને આર્શીવાદ મેળવ્‍યા હતા.

સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા પૂજ્‍ય મોરારીબાપુએ શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ચલાવવામાં આવતા મહિલા સશક્‍તિકરણના અનોખા સેવાયજ્ઞની મુલાકાત લીધી હતી. આ તકે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘‘વષા પ્રસાદ''નું નિદર્શન કરી બાપુએ હર્ષની લાગણી અને ખૂબ આદરભાવ વ્‍યક્‍ત કર્યો હતો.

શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા ગ્રામ્‍ય સખીમંડળ અને સ્‍વ-સહાય જૂથની મહિલાઓને સીવણ અને રાચરચીલા નિર્માણની તાલીમ આપવામાં આવે છે. ત્‍યારબાદ તેમને સિલાઈ મશીન અને તમામ સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ બહેનો સોમનાથ મહાદેવને અર્પણ થતા વષાો, પાઘ અને પીતાંબરમાંથી કલાત્‍મક ઝભ્‍ભા, તોરણ, ચાકડા, ટોડલા અને આસન સહિતની સામગ્રીઓનું નિર્માણ કરે છે. આ વષા પ્રસાદ ભક્‍તોને શિવત્‍વનો પરમ અનુભવ કરાવે છે.

પૂ. મોરારીબાપુએ બહેનો દ્વારા બનાવેલી આ તમામ વસ્‍તુઓનું નિદર્શન કર્યું હતું અને હર્ષની લાગણી વ્‍યક્‍ત કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના આદરણીય અધ્‍યક્ષશ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાહેબના ‘‘સબકા સાથ, સબકા વિકાસ'' મંત્રને સાકાર કરવા માટે ટ્રસ્‍ટ દ્વારા શરૂ કરાયેલ આ શ્રદ્ધા, કલા અને રોજગારીની બેસ્‍ટ પ્રેક્‍ટિસ પ્રત્‍યે આદરભાવ વ્‍યક્‍ત કરી કામગીરીની પ્રસંશા કરી હતી.

(10:45 AM IST)