તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
પેરોલ જમ્પ કરી ફરાર ડબલ મર્ડરમાં સામેલ શખ્સ દિલીપને પકડી લેવાયો
એટ્રોસીટીનો ગુનો પણ હતોઃ પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ ધાસુરા અને ટીમે પ્રાંતિજ ટોલનાકા પાસેથી પકડી પકડી લીધો

રાજકોટ તા.૩: સુરેન્દ્રનગર જીલ્લાના સમઢળીયાના ડબલ મર્ડર અને એટ્રોસીટીના કેસમાં વચગાળાના જામીન પર છુટયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયેલા શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધો છે.
સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના સમઢીયાળા ગામે વડિલોપાર્જીત મિલ્કત મામલે મનદુઃખ રાખી લાકડી, ધારીયા જેવા હથીયારોથી હુમલો કરી ડબલ મર્ડર કરવાના ગુનામાં સામેલ દિલીપ નાજભાઇ ખાચર (ઉ.વ.૨૪-રહે. થોરીયાળી તા. સાયલા) કાચા કામના કેદી તરીકે જેલમાં હોઇ વચગળાના ગુનામાં જામીન-પેરોલ મેળવી ફરાર થઇ ગયેલ. તેને પ્રાંતીજ ટોલનાકા પાસેથી ઝડપી લઇ સુરેન્દ્રનગર સબ જેલમાં સોંપાયો છે.
આ શખ્સ અગાઉ ચુડામાં ડબલ મર્ડર અને એટ્રોસીટી તથા સાયલાના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, અંકિતભાઇ નિમાવત, કોન્સ. અમીનભાઇ ભલુર, કુલદિપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(3:29 PM IST)










