<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

પાલનપુરના નાની ભટામલ ગામ નજીક દાંતીવાડા ડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર

પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો: મૃતકની ઓળખ અને તે ક્યાંનો રહેવાસી છે તે અંગે પોલીસે તપાસ શરૂકરી

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામ નજીક દાંતીવાડા ડેમમાંથી એક યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાઈટરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. પાલનપુર તાલુકા પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. મૃતકની ઓળખ અને તે ક્યાંનો રહેવાસી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે 

(11:00 PM IST)