તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
રસોડું તેલંગાણામાં અને બેડરૂમ મહારાષ્ટ્રમાં!
ઘરની વચ્ચેથી પસાર થાય છે ૨ રાજ્યોની સરહદ! : ભારતમાં આવેલા આ અનોખા ઘરની કહાની સાંભળી ચોંકી જશોઃ આ ઘર હાલમાં સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે

જીવરગાડા,તા.૦૩: આ અનોખું ઘર મહારાષ્ટ્ર અને તેલંગાણાની સરહદ પર આવેલા જીવરગાડા (મહારાજગુડા) ગામમાં આવેલું છે. અહીં રહેતો પવાર પરિવાર રોજિદું જીવન એવા ઘરમાં પસાર કરે છે, જેની વચ્ચેથી બંને રાજ્યોની સરહદ પસાર થાય છે. ઘરની અંદર જ એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ તેલંગાણાની સરહદ દર્શાવતા નિશાન બનાવવામાં આવ્યા છે, જેને જોઈને પહેલીવાર આવનાર કોઈપણ વ્યક્તિ આヘર્યચકિત થઈ જાય છે.
કહેવાય છે કે આ ઘરનું રસોડું એક રાજ્યની સરહદમાં આવે છે, જ્યારે ઊંઘવા માટેનો બેડરૂમ બીજા રાજ્યમાં આવે છે. એટલે કે પરિવારના સભ્યો દિવસ દરમિયાન ઘણી વખત ઘરની બહાર નીકળ્યા વિના જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચી જાય છે. આ જ અનોખી વાત આ ઘરને બાકીના તમામ ઘરોથી અલગ બનાવે છે.
આની કહાની પણ ઘણી રસપ્રદ હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર, રાજ્યોના પુનર્ગઠન અને ત્યારબાદ થયેલા સરહદ નિર્ધારણ દરમિયાન અધિકારીઓએ જ્યારે નવી સરહદ નક્કી કરી, ત્યારે તે પવાર પરિવારના ઘરની વચ્ચેથી પસાર થઈ. ત્યારબાદ આ ઘર ૨ રાજ્યો વચ્ચે વહેંચાઈ ગયું હતું, પરંતુ પરિવારે પોતાનું ઘર છોડવાને બદલે અહીં જ રહેવાનું ઠાની લીધું હતું.
સૌથી રસપ્રદ વાત એ છે કે પરિવારના કેટલાક સભ્યોને મહારાષ્ટ્રના રહેવાસી માનવામાં આવે છે, જ્યારે કેટલાકનો સંબંધ તેલંગાણા સાથે છે. કહેવાય છે કે તેમની પાસે બંને રાજ્યો સાથે જોડાયેલા અલગ-અલગ સરકારી દસ્તાવેજો પણ છે. અનેક વહીવટી કામોમાં તેમણે બંને રાજ્યોની વ્યવસ્થા અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.
સોશિયલ મીડિયા પર આ ઘરનો વીડિયો સામે આવ્યા બાદ લોકો આヘર્ય સાથે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ તેને ભારતનું સૌથી અનોખું ઘર કહી રહ્યું છે, તો કોઈ મજાકમાં લખી રહ્યું છે કે અહીં રહેતા લોકો કોઈ મુસાફરી કર્યા વિના જ દરરોજ ૨ રાજ્યોની સફર કરી લે છે. આ સમાચાર પણ વાયરલ વીડિયો પર આધારિત છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
