તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 સીટના વિમાનો શરૂ કરવા માંગણી
GETCOના દક્ષિણ ઝોનનું મુખ્ય મથક વડોદરાથી સુરત ખસેડવાની રજૂઆત: પૂરગ્રસ્ત MSME એકમોને રાહત પેકેજ અને મિલકત વેરામાં છૂટની માંગ

ગાંધીનગરમાં SGCCIના પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતના વેપાર-ઉદ્યોગના પ્રશ્નો રજૂ કર્યા હતા. સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 સીટર વિમાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. GETCOના દક્ષિણ ઝોનનું મુખ્ય મથક વડોદરાથી સુરત ખસેડવાની રજૂઆત કરાઈ હતી ચીફ લિફ્ટ એન્ડ એસ્કેલેટર ઇન્સ્પેક્ટરની કચેરી પણ સુરતમાં શરૂ કરવાની માંગ કરાઈ હતી . ટેક્સટાઇલ પોલિસીની DLAC સમિતિમાં પ્રાદેશિક ચેમ્બર્સને સ્થાન આપવાની રજૂઆત કરવામાં આવી છે. પૂરગ્રસ્ત MSME એકમોને રાહત પેકેજ અને મિલકત વેરામાં છૂટની માંગ પણ ઉઠી હતી . આ ખાડી પૂરને લઈને આશરે 139 કરોડ રૂપિયા નું નુકસાન સુરતના ઉદ્યોગોને થયું છે. સુરતની વર્ષોથી અટવાયેલી TP સ્કીમોને ઝડપથી મંજૂરી આપવા રજૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ રજૂઆતો પર હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
