News of Monday, 3rd August 2026
૧૦ ઓગસ્ટ સુધી વરાપનો માહોલ રહેવાની શકયતા : હવામાન પરિબળો નબળા, વ્યાપક વરસાદની સંભાવના ઓછી
લો પ્રેશર સિસ્ટમ નબળી, સૂકી હવાના પ્રવેશથી ભેજ ઘટશે, માત્ર છૂટા છવાયા ઝાપટાની શકયતા : વેધરમેન ઉતમ માળીની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૩: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયા બાદ હવે હવામાનની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાનના હાલના સંકેતો મુજબ ૩ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના ભાગોમાં વરાપનો માહોલ રહેવાની શકયતા છે.તેમ વેધરમેન ઉતમ માળીએ જણાવ્યું છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર MJO હાલ ભારત માટે અનુકૂળ તબક્કામાં નથી. જેના કારણે નવા વરસાદી વાદળોનું નિર્માણ મર્યાદિત રહી શકે છે. સાથે જ મધ્ય એશિયા તરફથી સૂકી હવાનો પ્રવેશ ગુજરાત સુધી વધવાની શકયતા છે. આ સૂકી હવાના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટશે અને વરસાદી સિસ્ટમોને પૂરતો સપોર્ટ મળી શકશે નહીં.
વધુમાં MISO પણ હાલમાં નબળા તબક્કામાં હોવાથી ચોમાસાની પળષ્ઠભૂમિ અનુકૂળ નથી. બંગાળની ખાડીમાં આગામી કેટલાક દિવસ સુધી કોઈ મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવાના સંકેતો પણ નથી. જેના લીધે ગુજરાત સુધી સારી વરસાદી સિસ્ટમ પહોંચવાની શકયતા ઓછી છે.
જોકે સોમાલિયા જેટ અને Mascarene High હજુ સક્રિય હોવાથી પヘમિ ઘાટથી અડીને આવેલા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.તેમ વેધરમેન ઉતમ માળીએ જણાવ્યું છે.
લાંબા ગાળાની દૃષ્ટિએ IOD ધીમે ધીમે પોઝિટિવ તરફ વધી રહ્યો છે જે ચોમાસા માટે સારો સંકેત ગણાય છે. પરંતુ તેની અસર તાત્કાલિક જોવા મળવાની શકયતા ઓછી છે.
ટૂંકમાં આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં મોટાભાગે હવામાન સ્વચ્છ અને સૂકું રહેશે. કેટલાક ભાગોમાં સવાર અથવા સાંજના સમયે સ્થાનિક વાદળોને કારણે હળવા ઝાપટા પડી શકે છે. પરંતુ હાલ વ્યાપક અને ભારે વરસાદની કોઈ શકયતા દેખાઈ રહી નથી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
