<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

રાજકોટ લોકમેળોઃ સ્‍ટોલ ફાળવવાનું શરૂઃ ડ્રો સિસ્‍ટમથી રમકડા, ખાણીપીણી, ચકરડીના

૧૩૦ સ્‍ટોલ ફાળવી દેવાયાઃ કાલે કેટેગરી A અને ખાણીપીણીના ૪૦ કોર્નર સ્‍ટોલની હરરાજી થશે

રાજકોટઃ તા.૩,રાજકોટના જગવિખ્‍યાત ઐતિહાસિક જન્‍માષ્ટમી લોકમેળાની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ છે. મેળામાં વેપાર-ધંધા અર્થે આવતા નાના-મોટા વેપારીઓ માટે સ્‍ટોલ અને પ્‍લોટની પારદર્શક ફાળવણી થાય તે હેતુથી લોકમેળા સમિતિ દ્વારા આજથી સ્‍ટોલ અને પ્‍લોટના ડ્રોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

તંત્ર દ્વારા ડ્રોની પ્રક્રિયા અત્‍યંત પારદર્શક વાતાવરણમાં યોજવામાં આવી હતી, જેમાં રમકડાં, ખાણીપીણી અને યાંત્રિક રાઇડ્‍સના સ્‍ટોલ મેળવવા ઉત્‍સુક વેપારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.આજના ડ્રો દરમિયાન વિવિધ શ્રેણીના કુલ ૧૩૦ જેટલા સ્‍ટોલ અને પ્‍લોટની સફળતાપૂર્વક ફાળવણી કરવામાં આવી હતી,જેમાં રમકડાંના સ્‍ટોલ ૯૫, નાની ખાણીપીણીના સ્‍ટોલ ૮, નાની ચકરડી (ચકડોળ)ના ૨૪ અને મધ્‍યમ ચકરડીના  ૩ પ્‍લોટની ફાળવણી કરવામાં આવી હતી.

રમકડાંના સ્‍ટોલનું ભાડું ૪૫૦૦૦, નાની ખાણીપીણીના ૪૫૦૦૦, મધ્‍યમ ચકરડીના ૨૮૦૦૦ અને નાની ચકરડીની અપસેટ પ્રાઈઝ ૧૭૦૦૦ નક્કી કરવામાં આવી છે.મેળામાં પ્‍લોટ કે સ્‍ટોલ મેળવવા માટે દર વર્ષે ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે પણ હજારો અરજીઓ વચ્‍ચે તંત્ર દ્વારા ‘કમ્‍પ્‍યુટરાઇઝડ/પારદર્શક ડ્રો' પદ્ધતિથી પ્‍લોટની ફાળવણી કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામ ડ્રોમાં ખુલ્‍યા હતા, તેમના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો.લોકમેળા સમિતિના સૂત્રોના કહેવા મુજબ જેમને સ્‍ટોલ મળ્‍યા છે તે તમામ વેપારીઓએ નક્કી કરેલી સમયમર્યાદામાં જરૂરી ફી ભરીને પોતાના પ્‍લોટનો કબજો મેળવી લેવાનો રહેશે, જેથી મેળાના આયોજનને આખરી ઓપ આપી શકાય.રાજકોટનો આ લોકમેળો માત્ર મનોરંજનનું કેન્‍દ્ર નથી, પરંતુ નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે રોજીરોટી મેળવવાનો મોટો અવસર પણ છે. દરમિયાન આવતી કાલે  ે કેટેગરી-એ ખાણી પીણી/એક્‍સપો/એક્‍ઝિબિશન /વિવિધ શો/ પ્રદર્શન માટે ૨ પ્‍લોટ અને બી૧/કોર્નર ખાણીપીણીના ૪૦ પ્‍લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના ૫, એફના ૩, જીના ૨૦ અને એચના ૬ પ્‍લોટની હરરાજી તા.૦૫ ઓગસ્‍ટને બુધવારના સવારે ૧૧:૩૦ કલાકે તેમજ તા.૦૬ ઓગસ્‍ટ ને ગુરૂૂવારે કેટેગરી- એકસ આઇસ્‍ક્રીમના ૧૭ પ્‍લોટ માટે સવારે ૧૧:૩૦ કલાકે હરરાજી કરવામાં આવશે. 

(2:57 PM IST)