<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

જેતપુરમાં વ્યાજખોર સામે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરીને જેલભેગો કર્યો

આરોપી રૂપિયા વસૂલવા માટે ફરિયાદીની દિકરી અને ભાણી પર અભદ્ર ટિપ્પણી કરતો : આરોપીના ઘરેથી 10 જેટલા ચેક કબ્જે કર્યા

રાજકોટના જેતપુરમાં વ્યાજખોર સામે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરીને જેલભેગો કર્યો છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, અશોક રાઠોડ નામના ફરિયાદીએ વર્ષ 2018 થી 2021 માં 24 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.આ અંગે કુલ 41 લાખ રૂપિયા પરત કર્યા છતાં પઠાણી ઉધરાણી કરતો હતો. આરોપી જયેશ ભૂતની પોલીસે ધરપકડ કરી. આરોપી રૂપિયા વસૂલવા માટે ફરિયાદીની દિકરી અને ભાણી પર અભદ્ર ટિપ્પણી કરતો હતો. આરોપીના ઘરેથી 10 જેટલા ચેક કબ્જે કર્યા છે. જેમાં 35 લાખ રૂપિયાની રકમ હોવાનું સામે આવ્યું.

(7:07 PM IST)