<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

આગાહી વચ્‍ચે કચ્‍છમાં મેઘરાજાનો વિરામઃ ૩ ઇંચ વરસાદમાં વિકાસ ધોવાયો, ગાંધીધામમાં વીજ કરંટથી ૧ ગૌવંશનું મોત

ગાંધીધામ, ભુજમાં પાણી પાણી, ગામડાઓને જોડતા રસ્‍તાઓની હાલત કફોડી, ચોમાસાની સફાઈના લાખો રૂપિયા સાથે કરોડોના વિકાસ કાર્યો પણ ધોવાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩:  ભારે વરસાદની આગાહી વચ્‍ચે કચ્‍છમાં શનિવારે વરસેલા વરસાદ બાદ ગઈકાલે મુન્‍દ્રામાં સમાન્‍ય વરસાદ પડ્‍યો હતો. અબડાસા તેમ જ લખપત તાલુકો કોરાધાકોડ રહ્યા તે સિવાયના ૮ તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, ધીમીધારે સમાન્‍ય વરસાદે શહેરોમાં નાળા સફાઈ માટે ખર્ચેલા લાખો રૂપિયા તેમ શહેરોના આંતરિક રસ્‍તાઓ તેમ જ ગ્રામીણ વિસ્‍તારોને જોડતા માર્ગોની પોલ ખોલી નાખી હતી. નાળા સફાઈ હોય કે વિકાસ કાર્યો હોય ખર્ચાયેલા રૂપિયા ધોવાયા. ભુજ, ગાંધીધામ અને અંજાર જેવા મુખ્‍ય શહેરોમાં પાણી ભરાવવાની સમસ્‍યા યથાવત રહી. ગાંધીધામમાં વીજ કરંટે એક ગૌવંશનો ભોગ લીધો. તે સાથે અત્‍યાર સુધી ૭ ગૌવંશના મોત થઈ ચૂકયા છે. સ્‍માર્ટ સીટીની વાતો વચ્‍ચે હયાત શહેરોમાં ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટને સુવ્‍યવસ્‍થિત કરવા માટે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મૂકી યોગ્‍ય કામગીરી થાય એવા પગલાં ભરવાની આવશ્‍યકતા છે.

(11:01 AM IST)